સ્કીપ ટુ કન્ટેન્ટ

શું બાઇબલ માણસોની બુદ્ધિથી લખાયું છે?

શું બાઇબલ માણસોની બુદ્ધિથી લખાયું છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલને પવિત્ર શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. એમાં બુદ્ધિથી ભરેલી વાતો અને કહેવતો છે. પણ ધ્યાન આપો કે બાઇબલમાં એનાં પવિત્ર લખાણો વિશે શું કહેવામાં આવ્યું છે: “આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.” (૨ તિમોથી ૩:૧૬) એમ માનવાના આપણી પાસે ઘણા પુરાવા છે. ચાલો જોઈએ.

  •   બાઇબલમાં ઇતિહાસને લગતી માહિતીને કોઈ પણ ખોટી પુરવાર કરી શક્યું નથી.

  •   બાઇબલના લેખકો પ્રમાણિક હતા. તેઓએ કંઈ પણ છુપાવ્યા વગર બધું લખ્યું. તેઓની પ્રમાણિકતાથી સ્પષ્ટ થાય છે કે તેઓએ લખેલી વાતો સાચી છે.

  •   આખા બાઇબલનો એક મુખ્ય વિષય છે: ફક્ત ઈશ્વરને બધા માણસો પર રાજ કરવાનો હક છે એ સાબિત કરવું અને સ્વર્ગના રાજ્ય દ્વારા ઈશ્વરની ઇચ્છા પૂરી થવી.

  •   ખરું કે બાઇબલ હજારો વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું પણ એમાં વિજ્ઞાનને લગતી માહિતી સોએ સો ટકા સાચી છે, જ્યારે કે જૂના જમાનાના લોકોમાં એ વિશે અમુક ખોટી માન્યતાઓ હતી.

  •   ઇતિહાસથી સાબિત થાય છે કે બાઇબલની ભવિષ્યવાણીઓ અથવા ભાવિને લગતી વાતો સાચી પડી છે.