યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે તમારાં સમય-શક્તિ આપી શકો?
યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગમાં પહેલાં કદી થયો ન હોય એવો વધારો જોવા મળે છે. એ વિશે યશાયાએ અગાઉથી કહ્યું હતું. (યશા ૫૪:૨) તેથી, આપણે નવાં પ્રાર્થનાઘર, સંમેલનગૃહ અને શાખા કચેરી બાંધવા પડે છે. એ બંધાયા પછી મરામત કરતા રહેવું પડે છે. સમય જતાં એનું ફરી સમારકામ કરવું પડે છે. એ બધાં કામમાં આપણાં સમય-શક્તિ આપવાની કઈ તક રહેલી છે?
-
પ્રાર્થનાઘરની સાફ-સફાઈમાં આપણા ગ્રૂપનો વારો આવે ત્યારે ભાગ લઈએ
-
પ્રાર્થનાઘરના સમારકામ માટે તાલીમ લઈ શકીએ
-
આપણે લોકલ ડિઝાઈન વૉલન્ટિયર એપ્લિકેશન (DC-૫૦) ફોર્મ ભરી શકીએ. એમ કરીશું તો આપણા ઘરની નજીક હોય એવા બાંધકામ અને સમારકામના પ્રોજેક્ટમાં ક્યારેક ભાગ લઈ શકીશું
-
આપણે એપ્લિકેશન ફોર વૉલન્ટિયર પ્રોગ્રામ (A-૧૯) ફોર્મ ભરી શકીએ, જેથી આપણી શાખાના બેથેલમાં અથવા બીજી શાખામાં એકાદ અઠવાડિયા કે વધારે સમય માટે કામ કરી શકીએ
એક નવા બાંધકામની યોજના—ઝલક વીડિયો જુઓ પછી આ સવાલોના જવાબ આપોઃ
-
પહેલાં કરતાં આજે કઈ રીતે આપણે વીડિયોનો વધારે ઉપયોગ કરીએ છીએ?
-
વીડિયોનો ઉપયોગ વધવાથી કયા પ્રોજેક્ટની યોજના બનાવવામાં આવી? એ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરો થશે?
-
એ પ્રોજેક્ટમાં સ્વયંસેવકો કઈ રીતે મદદ કરી શકે?
-
જો આપણે રેમેપો બાંધકામમાં મદદ કરવા માંગતા હોઈએ, તો શા માટે ફોર્મ (DC-૫૦) ભરીને આપણા ઘર નજીક સ્થાનિક ડિઝાઈન અને બાંધકામના પ્રોજેક્ટમાં સેવા આપવી જોઈએ?
-
શા પરથી કહી શકાય કે આ પ્રોજેક્ટ યહોવાના માર્ગદર્શનથી થાય છે?
-
આપણે પોતે એ બાંધકામમાં ભાગ ન લઈ શકીએ તોપણ કઈ રીતે એ પ્રોજેક્ટમાં મદદ કરી શકીએ?