સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“એ બધા વિશે વિચારતા રહો”

“એ બધા વિશે વિચારતા રહો”

શાના વિશે? ફિલિપીઓ ૪:૮ આ બધા વિશે કહે છે: જે કંઈ સાચું, જે કંઈ મહત્ત્વનું, જે કંઈ નેક, જે કંઈ પવિત્ર, જે કંઈ પ્રેમ જગાડે, જે કંઈ માનપાત્ર, જે કંઈ સદાચાર અને જે કંઈ પ્રશંસાપાત્ર હોય. એનો અર્થ એવો નથી કે આપણે હંમેશાં બાઇબલ વિશે જ વિચારતા રહેવું જોઈએ. પણ જે કંઈ વિચારીએ, એ યહોવાને પસંદ પડે એવું હોવું જોઈએ. એવી બાબતો પર વિચાર કરીએ, જેનાથી યહોવાને વફાદાર રહેવા મદદ મળે.—ગી ૧૯:૧૪.

ખોટા વિચારોથી દૂર રહેવું હંમેશાં સહેલું નથી, કેમ કે આપણા દરેકમાં નબળાઈઓ હોય છે. એટલું જ નહિ, આ ‘દુનિયાના દેવ’ શેતાન સામે પણ લડત આપવી પડે છે. (૨કો ૪:૪) આ દુનિયાના મનોરંજન પાછળ શેતાનનો હાથ છે, પછી ભલે એ ટીવી, રેડિયો, ફિલ્મ, ગીતો, વેબસાઈટ કે પુસ્તકો જેવું કંઈ પણ હોય. આપણે યોગ્ય પસંદગી નહિ કરીએ તો, ખોટું વિચારવા લાગીશું અને છેવટે આપણા વાણી-વર્તન પર એની અસર પડશે.—યાકૂ ૧:૧૪, ૧૫.

વફાદારીને કોરી ખાતી બાબતોથી દૂર રહીએ—અયોગ્ય મનોરંજન વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો: