શિસ્ત—યહોવાના પ્રેમનો પુરાવો
શિસ્તનો અર્થ થાય, વ્યક્તિને સુધારવી, શિખામણ અને સમજણ આપવી. જેમ એક પ્રેમાળ પિતા પોતાના બાળકોને શિસ્ત આપે છે, એવી જ રીતે યહોવા આપણને શિસ્ત આપે છે. આપણને આ રીતોએ શિસ્ત મળે છે:
-
જાતે બાઇબલ વાંચવાથી, આપણાં સાહિત્યનો અભ્યાસ કરવાથી, સભાઓમાં જવાથી અને જે શીખીએ એના પર મનન કરવાથી
-
ભાઈ-બહેનો આપણને સુધારે અને શિખામણ આપે ત્યારે
-
પોતાની ભૂલોનું પરિણામ ભોગવીએ ત્યારે
-
ન્યાય સમિતિ તરફથી ઠપકો મળે અથવા બહિષ્કૃત કરવામાં આવે ત્યારે
-
કસોટીઓ અથવા સતાવણીને યહોવા ચાલવા દે ત્યારે—w૧૫ ૯/૧૫ ૨૧ ¶૧૩; it-૧-E ૬૨૯