નિઃસ્વાર્થ દિલથી ઈસુનું અનુકરણ કરો
ઈસુએ આપેલું ઉદાહરણ શિષ્યો સમજી ન શક્યા ત્યારે, અમુક શિષ્યોએ ઠોકર ખાધી અને તેઓએ ઈસુને પગલે ચાલવાનું છોડી દીધું. એક દિવસ પહેલાં જ ઈસુએ ચમત્કાર કરીને તેઓને જમાડ્યા હતા, જેનાથી સાબિત થયું હતું કે તેમની શક્તિ ઈશ્વર તરફથી છે. તો શા માટે એ શિષ્યોએ ઠોકર ખાધી? કેમ કે તેઓના દિલમાં સ્વાર્થ હતો. તેઓ કંઈક મેળવવાની લાલચમાં ઈસુ પાછળ ચાલતા હતા.
આપણે પોતાને પૂછવું જોઈએ: ‘હું શા માટે ઈસુને પગલે ચાલું છું? હાલમાં અને ભાવિમાં મળનાર આશીર્વાદોને લીધે, કે પછી યહોવાને પ્રેમ કરું છું અને તેમને ખુશ કરવા માંગું છું એટલા માટે?’
જો આપણે નીચે આપેલાં કારણોને લીધે યહોવાની સેવા કરતા હોઈશું, તો કેમ ઠોકર લાગી શકે છે?
-
આપણને ઈશ્વરના લોકો સાથે રહેવું ગમે છે
-
આપણને બાગ જેવી સુંદર પૃથ્વી પર રહેવું છે