સપ્ટેમ્બર ૨૩-૨૯
ગીતશાસ્ત્ર ૮૮-૮૯
ગીત ૧૩૬ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. યહોવાનું રાજ સૌથી સારું છે
(૧૦ મિ.)
યહોવાના રાજમાં બધાને સાચો ન્યાય મળતો રહેશે (ગી ૮૯:૧૪; w૧૭.૦૬ ૨૮ ¶૫)
યહોવાના રાજમાં બધાને સાચી ખુશી મળશે (ગી ૮૯:૧૫, ૧૬; w૧૭.૦૬ ૨૯ ¶૧૦-૧૧)
યહોવાનું રાજ કાયમ માટે ટકી રહેશે (ગી ૮૯:૩૪-૩૭; w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૪)
યહોવાની રાજ કરવાની રીત સૌથી સારી છે, એ વાત પર મનન કરીએ છીએ ત્યારે, રાજકારણને લગતી બાબતો જોઈને અથવા સાંભળીને પણ કોઈનો પક્ષ ન લેવા મદદ મળે છે
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૮૯:૩૭—વિશ્વાસુ રહેવામાં અને વફાદાર રહેવામાં શું ફરક છે? (cl-E ૨૮૧ ¶૪-૫)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૮૯:૧-૨૪ (th અભ્યાસ ૧૧)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિ ખ્રિસ્તી નથી. તેને બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૫ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને બતાવો કે બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવામાં આવે છે. (th અભ્યાસ ૯)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૫ મિ.) ટૉક. ijwbq ૧૮૧—વિષય: બાઇબલમાં શું જણાવ્યું છે? (th અભ્યાસ ૨)
ગીત ૩૭
૭. યહોવાનાં ધોરણો સૌથી સારાં છે
(૧૦ મિ.) ચર્ચા.
ઘણા લોકોને લાગે છે કે જાતીય સંબંધ બાંધવા વિશેનાં અને લગ્ન કરવા વિશેનાં બાઇબલનાં ધોરણો એકદમ જૂનાં અને વધારે પડતાં કડક છે. શું તમને પૂરી ખાતરી છે કે યહોવાનાં ધોરણો પાળવાથી હંમેશાં આપણું ભલું થાય છે?—યશા ૪૮:૧૭, ૧૮; રોમ ૧૨:૨.
-
આપણે શા માટે દુનિયાનાં ધોરણો પ્રમાણે ન ચાલવું જોઈએ? (યર્મિ ૧૦:૨૩; ૧૭:૯; ૨કો ૧૧:૧૩-૧૫; એફે ૪:૧૮, ૧૯)
-
શા માટે ભરોસો રાખવો જોઈએ કે યહોવાનાં ધોરણો એકદમ યોગ્ય છે? (યોહ ૩:૧૬; રોમ ૧૧:૩૩; તિત ૧:૨)
બાઇબલમાં જણાવ્યું છે કે જેઓ ઈશ્વરનાં ધોરણો નથી પાળતા, તેઓને “ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.” (૧કો ૬:૯, ૧૦) પણ શું એ જ કારણને લીધે ઈશ્વરનાં ધોરણો પાળવાં જોઈએ?
શ્રદ્ધા રાખવાના કારણો—ઈશ્વરના ધોરણો કે મારા વિચારો વીડિયો જુઓ. પછી પૂછો:
-
યહોવાનાં ધોરણો પાળવાથી કઈ રીતે આપણું રક્ષણ થાય છે?
૮. મંડળની જરૂરિયાતો
(૫ મિ.)
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૫ ¶૧૫-૨૦