સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૯-૧૦

શ્રદ્ધા મજબૂત કરતું સંદર્શન

શ્રદ્ધા મજબૂત કરતું સંદર્શન

૯:૧-૭

ઈસુના રૂપાંતર વખતે સ્વર્ગમાંના પિતા યહોવાએ ઈસુ વિશે આમ કહ્યું હતું: “આ મારો વહાલો દીકરો છે. તેનું સાંભળો.” જરા કલ્પના કરો, એ સાંભળીને ઈસુને કેટલી ખુશી થઈ હશે! એના લીધે, આવનાર સતાવણીનો સામનો કરવા ચોક્કસ ઈસુની હિંમત વધી હશે. એ સંદર્શનની પીતર, યાકૂબ અને યોહાન પર પણ ઊંડી અસર પડી. તેઓને ખાતરી થઈ કે ઈસુ જ મસીહ છે અને તેમનું સાંભળીને તેઓ યોગ્ય માર્ગે ચાલી રહ્યા છે. લગભગ ૩૨ વર્ષ પછી પણ આ અનુભવ પીતરને યાદ હતો અને ચોક્કસ એનાથી “ભવિષ્યવાણીમાં” તેમનો ભરોસો વધુ મજબૂત થયો હતો.—૨પી ૧:૧૬-૧૯.

ખરું કે એ જોરદાર સંદર્શન આપણે આંખે જોયું નથી, પણ આજે એને પૂરું થતા આપણે જોઈ રહ્યા છીએ. ઈસુ એક શક્તિશાળી રાજા તરીકે રાજ કરી રહ્યા છે. જલદી જ તે પોતાની “જીત પૂરી કરવા નીકળી” જશે અને ન્યાયી નવી દુનિયા માટે માર્ગ ખોલી દેશે.—પ્રક ૬:૨.

બાઇબલ ભવિષ્યવાણીને પૂરી થતા જોઈને કઈ રીતે તમારી શ્રદ્ધા મજબૂત થઈ છે?