મે ૧-૭
યિર્મેયા ૩૨-૩૪
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઇઝરાયેલ રાષ્ટ્ર પાછું સ્થપાશે એની નિશાની” (૧૦ મિ.)
યિર્મે ૩૨:૬-૯, ૧૫—યહોવા ઇઝરાયેલને પુનઃસ્થાપિત કરશે, એ દર્શાવવા તેમણે યિર્મેયાને ખેતર ખરીદવા જણાવ્યું (it-1-E ૧૦૫ ¶૨)
યિર્મે ૩૨:૧૦-૧૨—ખરીદી માટે યિર્મેયાએ બધા કાયદાનું પાલન કર્યું (w૦૭ ૪/૧ ૧૧ ¶૩)
યિર્મે ૩૩:૭, ૮—યહોવાએ બંદીવાનોને “શુદ્ધ” કરવાનું વચન આપ્યું (jr-E ૧૫૨ ¶૨૨-૨૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૩૩:૧૫—દાઊદ માટે “અંકુર” કોણ છે? (jr-E ૧૭૩ ¶૧૦)
યિર્મે ૩૩:૨૩, ૨૪—આ ‘બે ગોત્ર’ એટલે કુટુંબો કોણ છે? (w૦૭ ૪/૧ ૧૧ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૩૨:૧-૧૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. કુટુંબ સુખી બનાવો પુસ્તિકા આપતી વખતે પ્રસ્તાવના વીડિયોનો ઉપયોગ કરવા બધાને ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો : (૧૫ મિ.) વિકલ્પ તરીકે, આ વીડિયો બતાવીને શરૂઆત કરો: બોલેટ જેલના અધિકારીનું ઇન્ટરવ્યૂ—ઝલક. પછી, ઉચ્ચ અધિકારીઓની સામે ખુશખબરનું રક્ષણ કરવું લેખમાંથી લાગુ પડે એવા મુદ્દાની ચર્ચા કરો. (w૧૬.૦૯ પા. ૧૪-૧૬)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia નિયામક જૂથ તરફથી પત્ર અને પ્રસ્તાવના ¶૧-૧૫
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૪ અને પ્રાર્થના