સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મે ૧૯-૨૫

નીતિવચનો ૧૪

મે ૧૯-૨૫

ગીત ૬ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. આફત આવે ત્યારે તમે શું કરો છો એનો વિચાર કરો

(૧૦ મિ.)

“દરેક શબ્દ” ખરો માની ન લો (ની ૧૪:૧૫; w૨૩.૦૨ ૨૩ ¶૧૦-૧૨)

તમારી લાગણીઓ પર કે અગાઉના અનુભવો પર આધાર ન રાખો (ની ૧૪:૧૨)

યહોવાના સંગઠનનું માર્ગદર્શન પાળતા ન હોય એવા લોકોની વાત ન માનો (ની ૧૪:૭)

મનન માટે સવાલ: વડીલો, આફત આવે ત્યારે શું તમે માર્ગદર્શન પાળવા અને યહોવા પર ભરોસો રાખવા તૈયાર છો?—w૨૪.૦૭ ૫ ¶૧૧.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૧૪:૧૭—‘સમજશક્તિ વાપરનારને’ કદાચ લોકો કઈ રીતોએ ધિક્કારે? (it-2-E ૧૦૯૪)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિ જણાવે છે કે તેને કુટુંબના ગુજરાનની ચિંતા છે. તેને બાઇબલમાંથી એક કલમ બતાવો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે ઘરમાલિકે જે વિષયમાં રસ બતાવ્યો હતો એને લગતું મૅગેઝિન આપો. (lmd પાઠ ૯ મુદ્દો ૪)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) તમારા બાઇબલ વિદ્યાર્થીને દરરોજ બાઇબલ વાંચવાનું ઉત્તેજન આપો. તેને જણાવો કે એ માટે તે શું કરી શકે. (th અભ્યાસ ૧૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૩

૭. આફત માટે તૈયાર રહો

(૧૫ મિ.) ચર્ચા.

આ ભાગ વડીલ લેશે. જો શાખા કચેરી અને વડીલોના જૂથ તરફથી સૂચનો હોય તો જણાવો.

આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ, એટલે મુશ્કેલીઓ તો આવશે જ. (૨તિ ૩:૧) મોટા ભાગે આફત આવે એ પહેલાં અને આફત દરમિયાન યહોવાના લોકોને એવું માર્ગદર્શન મળે છે, જે પાળવાથી તેઓનું જીવન બચી શકે છે. જો અત્યારે સંગઠનનું કહેવું માનીશું, તો આફતો આવશે ત્યારે આપણું જીવન બચાવી શકીશું. એટલે અત્યારથી જ યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવો જોઈએ અને જરૂરી પગલાં ભરવાં જોઈએ.—ની ૧૪:૬,.

  • યહોવા સાથેનો સંબંધ મજબૂત કરો: નિયમિત રીતે બાઇબલ વાંચો અને ઊંડો અભ્યાસ કરો. પ્રચારની અલગ અલગ રીતો શીખો. જો ભાઈ-બહેનોથી છૂટા પડી જાઓ તો ગભરાશો નહિ. (ની ૧૪:૩૦) યાદ રાખો કે યહોવા ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ હંમેશાં આપણી સાથે છે.—od ૧૭૬ ¶૧૫-૧૭

  • જરૂરી ચીજવસ્તુઓ તૈયાર રાખો: ઇમર્જન્સી બેગ તૈયાર રાખો. એમાં જરૂરી સામાન રાખો. જેમ કે જલદી ન બગડે એવું ખાવાનું, પાણી, દવાઓ અને બીજી જરૂરી ચીજવસ્તુઓ. જો અચાનક મુશ્કેલી આવી પડે અને બીજી જગ્યાએ રોકાવું પડે, તો એ કામ લાગશે.—ની ૨૨:૩; g૧૭.૫-HI ૪

શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો? વીડિયો બતાવો. પછી પૂછો:

  •   આફતના સમયે યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે?

  •   આફત માટે હમણાંથી તૈયાર રહેવા શું કરી શકીએ?

  •   આફતનો ભોગ બનેલા લોકોને કઈ રીતે મદદ કરી શકીએ?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૫૦ અને પ્રાર્થના