આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા માર્ચ ૨૦૧૬
રજૂઆતની એક રીત
(T-36) પત્રિકા અને ૨૦૧૬માં ઈસુ ખ્રિસ્તના સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપવાની અમુક રીતો. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા અને તેમના લોકો માટે એસ્તેર નિઃસ્વાર્થ રીતે વર્ત્યાં
એસ્તેરે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. યહુદીઓનો નાશ થતા બચાવવા એસ્તેર મોર્દખાયને એક નિયમ બનાવવા મદદ કરે છે. (એસ્તેર ૬-૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરીએ
સેવાકાર્યમાં પત્રિકા આપવા માટે અમુક રીતો તૈયાર કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
નવા લોકોને પ્રેમથી આવકારીએ
મહેમાનોને અને ભક્તિમાં ઠંડા પડી ગયેલા લોકોને આવકારવા આપણે શું કરી શકીએ?
બાઇબલમાં રહેલો ખજાનો
અયૂબ સતાવણીઓમાં પણ વફાદાર રહ્યા
અયૂબે બતાવ્યું કે, તેમના જીવનમાં યહોવા સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. (અયૂબ ૧-૫)
બાઇબલમાં રહેલો ખજાનો
વિશ્વાસુ અયૂબે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
ભારે દુઃખ અને નિરાશાની અસર અયૂબના વિચારો પર પડી. પરંતુ, યહોવા પ્રત્યેનો તેમનો પ્રેમ સતત રહ્યો. (અયૂબ ૬-૧૦)
બાઇબલમાં રહેલો ખજાનો
અયૂબને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો
જેમ વૃક્ષના મૂળિયાંમાંથી નવા છોડ ફરી ઊગે છે એવી જ રીતે ઈશ્વરની સજીવ કરવાની ક્ષમતામાં અયૂબને પૂરો ભરોસો હતો. (અયૂબ ૧૧-૧૫)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગુજરી ગયેલા લોકો ઈસુના બલિદાનથી સજીવન થશે
યહોવાએ ઈસુના બલિદાનની ભેટ આપીને ભાવિમાં લોકોનું સજીવન થવું શક્ય બનાવ્યું. દફનવિધિને બદલે આપણે સ્નેહીજનનો આવકાર કરીશું.