યહોવાના સેવકો તરીકે આપણું જીવન
બાઇબલ અભ્યાસ વિશે માહિતી આપતા વીડિયોનો ઉપયોગ કરીએ
બાઇબલમાંથી કેમ અને કેવી રીતે શીખવવામાં આવે છે, એ વિશે લોકોને માહિતી આપવા આપણી પાસે ચાર વીડિયો છે. ચાલો એ દરેક વીડિયોની ખાસિયત જોઈએ.
-
બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?—આખો વીડિયો: આ વીડિયો એ માટે તૈયાર કરવામાં આવ્યો છે કે બાઇબલમાં લોકોનો રસ જાગે, પછી ભલેને તેઓ કોઈ પણ ધર્મના હોય. એમાં લોકોને ઉત્તેજન આપ્યું છે કે જીવનના મોટા મોટા સવાલોના જવાબ તેઓ બાઇબલમાંથી શોધે. વીડિયોમાં એવા જ એક સવાલનો જવાબ આપ્યો છે. એમાં એ પણ જણાવ્યું છે કે એક વ્યક્તિ કઈ રીતે બાઇબલ અભ્યાસ માટે વિનંતી કરી શકે.
-
બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? (ટૂંકો વીડિયો): આ વીડિયો આખા વીડિયો જેવો જ છે. ફરક એટલો છે કે આખો વીડિયો ત્રણેક મિનિટનો છે અને ટૂંકો વીડિયો એકાદ મિનિટનો છે. આ વીડિયો એવા વિસ્તાર માટે અસરકારક છે, જ્યાં લોકો જલદીમાં હોય.
-
બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે?: આ વીડિયો એ માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેથી લોકોને બાઇબલમાંથી શીખવાની ઇચ્છા થાય. બાઇબલ અભ્યાસ વિશે લોકોને ઘણા સવાલો થતા હોય છે. એમાંના અમુક સવાલોના જવાબ આ વીડિયોમાં આપ્યા છે. જેમ કે, બાઇબલ અભ્યાસ માટે કઈ રીતે વિનંતી કરી શકાય?
-
ચાલો, ઈશ્વર પાસેથી શીખીએ: આ વીડિયો બાઇબલ વિદ્યાર્થીઓ માટે છે. આ વીડિયો દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના બીજા પાન પર આપ્યો છે. જોકે એને દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકામાંથી ચર્ચા કરતી વખતે પણ બતાવી શકાય. આ વીડિયોમાં જણાવ્યું છે કે પુસ્તકમાં કયા વિષયો પર અને કઈ રીતે ચર્ચા કરવામાં આવશે.
ખરું કે દરેક વીડિયોની એક ખાસિયત છે, પણ સમય-સંજોગોને ધ્યાનમાં રાખીને કોઈ પણ વીડિયો બતાવી શકાય. પ્રકાશકોને ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ આ ચારેય વીડિયોની માહિતી સારી રીતે સમજે અને પ્રચારમાં એનો પૂરો ઉપયોગ કરે.