સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૧૯–એપ્રિલ ૧૫)

“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપવા [ફોન કે પત્ર લખી] રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી વ્યક્તિને આમંત્રણ પત્રિકા હાથોહાથ આપો [કે એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા આપો]. “આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે [અથવા ઓનલાઇન કઈ રીતે જોઈ શકો] એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ.”

રસ બતાવે તો વીડિયો બતાવો: ઈસુના મરણને યાદ કરીએ વીડિયો બતાવો [કે એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા મોકલો].

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

પહેલી મુલાકાત * (માર્ચ ૧-૧૮, એપ્રિલ ૧૬-૩૦)

સવાલ: તમે વાંચો છો કે હૉસ્પિટલમાં કામ કરતા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાઓને મદદ કરે છે ત્યારે, તમને કેવું લાગે છે?

શાસ્ત્રવચન: યોહ ૧૫:૧૩

ફરી મુલાકાત માટે સવાલ: કોઈકે તમને કે તમારા સગાં-વહાલાંને જે રીતે મદદ કરી હોય, એનાથી કેવો ફાયદો થયો?

ફરી મુલાકાત *

સવાલ: કોઈકે તમને કે તમારા સગાં-વહાલાંને જે રીતે મદદ કરી હોય, એનાથી કેવો ફાયદો થયો?

શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮

ફરી મુલાકાત માટે સવાલ: કોઈ વ્યક્તિએ આપણા માટે પોતાનો જીવ આપી દીધો હતો. એ યાદ કરવાના ખાસ કાર્યક્રમનું આમંત્રણ આપી શકું?

^ ^ તમારા વિસ્તારના સંજોગોને ધ્યાનમાં રાખીને પહેલી અને ફરી મુલાકાત માટેના સવાલ અને સેટિંગમાં ફેરફાર કરી શકો.