જૈતૂનના ઝાડનું ઉદાહરણ
જૈતૂન ઝાડના અલગ અલગ ભાગો શાને રજૂ કરે છે?
-
ઝાડ: યહોવાએ ઈબ્રાહીમ સાથે કરેલો કરાર પૂરો કર્યો
-
થડ: ઈસુ, જે ઈબ્રાહીમના વંશજનો મુખ્ય ભાગ છે
-
ડાળીઓ: ૧,૪૪,૦૦૦ જે ઈબ્રાહીમના વંશજનો બીજો ભાગ છે
-
“તૂટેલી” ડાળીઓ: યહુદીઓ, જેઓએ ઈસુનો નકાર કર્યો
-
“કલમ” કરેલી ડાળીઓ: બીજી પ્રજાઓમાંથી અભિષિક્ત થયેલા ઈશ્વરભક્તો
ભવિષ્યવાણી મુજબ, ઈબ્રાહીમના વંશજ, એટલે કે ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો “પૃથ્વી પરની બધી પ્રજાઓ” પર આશીર્વાદો વરસાવશે.—રોમ ૧૧:૧૨; ઉત ૨૨:૧૮
યહોવાએ ઈબ્રાહીમના વંશજ વિશે આપેલું વચન જે રીતે પૂરું કર્યું, એમાંથી મને તેમના વિશે શું શીખવા મળે છે?