“ઈશ્વરે આપણા માટે પોતાનો પ્રેમ બતાવ્યો”
ઈસુનું બલિદાન યહોવા તરફથી અનમોલ ભેટ છે. શેતાને યહોવાનું નામ બદનામ કર્યું હતું. એને નિર્દોષ સાબિત કરવા એ ભેટ ખૂબ મહત્ત્વની છે. એનાથી એ પણ સાબિત થાય છે કે ફક્ત યહોવાને જ રાજ કરવાનો અધિકાર છે અને તે જ સૌથી સારી રીતે રાજ કરી શકે છે. એ બલિદાનથી આપણે યહોવાને સારી રીતે ઓળખી શકીએ છીએ, સાફ દિલે તેમની ભક્તિ કરી શકીએ છીએ. અને તેમના માર્ગે ચાલતા રહીશું તો, ભાવિમાં હંમેશ માટે જીવવાની તક રહેલી છે.
ઈસુના બલિદાન માટે કદર બતાવવા આપણે શું કરી શકીએ?
-
સમર્પણ કરીએ, બાપ્તિસ્મા લઈએ. એ બતાવે છે કે આપણે યહોવાના છીએ અને ઈસુના બલિદાનમાં પૂરો ભરોસો છે
-
ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવીએ. એ બતાવે છે કે યહોવાની જેમ આપણે પણ દરેક પ્રકારના લોકોને પ્રેમ કરીએ છીએ.—માથ ૨૨:૩૯; યોહ ૩:૧૬
યહોવાએ ઈસુનું બલિદાન આપ્યું એની કદર કરવા હું બીજું શું કરી શકું?