યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સમજદારીથી મનોરંજન પસંદ કરો
આપણે કેમ સમજી-વિચારીને મનોરંજન પસંદ કરવું જોઈએ? કેમ કે આપણી પસંદગીથી જોવા મળશે કે આપણે દિલમાં શું ભરીએ છીએ. આપણે કોઈ ફિલ્મ જોઈએ, ગીત સાંભળીએ, વેબસાઈટ પર જઈએ, પુસ્તક કે લેખ વાંચીએ અથવા વીડિયો ગેમ રમીએ ત્યારે, એની અસર આપણા વાણી-વર્તન પર થાય છે. દુઃખની વાત છે કે, દુનિયાના મોટા ભાગના મનોરંજનમાં એવી બાબતો છે જેને યહોવા ધિક્કારે છે. (ગી ૧૧:૫; ગલા ૫:૧૯-૨૧) એટલે જ, બાઇબલ વિનંતી કરે છે કે યહોવાને મહિમા મળે એવી બાબતો પર મન પરોવીએ.—ફિલિ ૪:૮.
મારે કેવું મનોરંજન પસંદ કરવું જોઈએ? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
આજનું અમુક મનોરંજન કઈ રીતે પ્રાચીન રોમમાં રમાતી ક્રૂર રમતો જેવું જ છે?
-
મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે યુવાનોને યોગ્ય મનોરંજન પસંદ કરવા મદદ કરી શકે?
-
મનોરંજનની પસંદગી વિશે રોમનો ૧૨:૯માંથી શું શીખવા મળે છે?
-
તમારા વિસ્તારમાં કેવું સારું મનોરંજન છે? દાખલા આપો.