યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સૃષ્ટિ પરથી આપણને હિંમત વિશે શું શીખવા મળે છે?
યહોવા ચાહે છે કે આપણે તેમના જેવા ગુણો બતાવીએ. એટલે તે આપણને શીખવે છે. કઈ રીતે? બાઇબલમાં અમુક ઈશ્વરભક્તોના દાખલા આપ્યા છે જેમાંથી આપણે શીખી શકીએ છીએ. એટલું જ નહિ તેમણે બનાવેલી સૃષ્ટિમાંથી પણ આપણે શીખી શકીએ છીએ. (અયૂ ૧૨:૭, ૮) હિંમત વિશે સિંહ, ઘોડો, નોળિયો, હમિંગબર્ડ અને હાથી પાસેથી આપણે શું શીખી શકીએ?
સૃષ્ટિ પરથી હિંમત બતાવવાનું શીખો વીડિયો બતાવો અને પછી આ સવાલોના જવાબ આપો:
-
સિંહણ પોતાના બચ્ચાંનું રક્ષણ કરવા કઈ રીતે હિંમત બતાવે છે?
-
ઘોડાને યુદ્ધમાં હિંમત બતાવવા કઈ રીતે તાલીમ આપવામાં આવે છે?
-
નોળિયો ઝેરી સાપથી કેમ ડરતો નથી?
-
નાનકડું હમિંગબર્ડ કઈ રીતે હિંમત બતાવે છે?
-
હાથીઓ એકબીજાને મદદ કરવા કઈ રીતે હિંમત બતાવે છે?
-
આ પ્રાણીઓ પાસેથી તમને હિંમત વિશે શું શીખવા મળે છે?