યહોવાના સેવકો તરીકે આપણું જીવન
નમ્ર બનો—પોતાની વાહવાહ કરવાથી દૂર રહો
જો આપણે પોતાના જ વખાણ કરીએ અને બડાઈ મારીએ, તો એનાથી દેખાય આવે છે કે આપણામાં ઘમંડ છે. જો આપણે એવું કરીશું તો સાંભળનારને ફાયદો નહિ થાય. એટલે જ બાઇબલ કહે છે: “બીજો માણસ તારાં વખાણ કરે, પણ તું તારે મોઢે તારાં વખાણ ન કર.”—નીતિ ૨૭:૨.
યહોવાના દોસ્ત બનો—નમ્ર બનો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
મોટે ભાગે લોકો શાના વિશે બડાઈ મારે છે?
-
રોહન પોતાના દોસ્તની સામે શેના વિશે બડાઈ મારી રહ્યો હતો?
-
રોહનના પપ્પાએ તેને કઈ રીતે સમજાવ્યું કે ઘમંડ કરવું ખોટું છે?
-
નમ્ર બનવા ૧ પીતર ૫:૫માંથી કઈ મદદ મળે છે?