ઘમંડી ફારૂને અજાણતા ઈશ્વરનો હેતુ પૂરો કર્યો
ઇજિપ્તના ફારૂનો એટલે કે રાજાઓ પોતાને ઈશ્વર ગણતા. એટલે સમજી શકાય કે એ સમયનો ફારૂન કેમ ઘમંડી હતો. તેણે મૂસા અને હારૂનની વાત ન સાંભળી. અરે, તેણે તો પોતાના જાદુગરોની વાત પણ ન સાંભળી.
તમને કોઈ સૂચનો આપે ત્યારે, શું તમે સાંભળો છો? જો કોઈ તમને સલાહ આપે તો શું તમે તેમનો આભાર માનો છો? કે પછી તમારો જ કક્કો ખરો કરો છો? બાઇબલમાં લખ્યું છે કે “અભિમાનનું પરિણામ નાશ છે.” (નીતિ ૧૬:૧૮) એટલે ધ્યાન રાખો કે કદી ઘમંડ ન કરવું જોઈએ.