બાઇબલમાં રહેલો ખજાનો
“બાંધકામને આડે આવશો નહિ”
પ્રતિબંધ હોવા છતાં પ્રમુખ યાજક યેશૂઆ (યહોશુઆ) અને રાજ્યપાલ ઝરુબ્બાબેલે મંદિર ફરી બાંધવામાં આગેવાની લીધી (એઝ ૫:૧, ૨; w૨૨.૦૩ ૧૮ ¶૧૩)
જ્યારે વિરોધીઓએ પૂછ્યું કે બાંધકામ કરવાની પરવાનગી કોણે આપી, ત્યારે યહૂદીઓએ રાજા કોરેશના હુકમ વિશે જણાવ્યું (એઝ ૫:૩, ૧૭; w૮૬-E ૨/૧ ૨૯, બૉક્સ ¶૨-૩)
રાજાએ સ્વીકાર્યું કે બાંધકામ કરવાની પરવાનગી તેમણે જ આપી હતી. તેમણે વિરોધીઓને હુકમ કર્યો કે તેઓ બાંધકામમાં આડે ન આવે (એઝ ૬:૭, ૮; w૨૨.૦૩ ૧૫ ¶૭)
મનન માટે સવાલ: બની શકે, યહોવાએ જેઓને આગેવાની લેવા નીમ્યા છે, તેઓનું માર્ગદર્શન અમુક વાર આપણે પૂરી રીતે સમજી ન શકીએ. એવા સમયે માર્ગદર્શન પાળવા આ અહેવાલ કઈ રીતે મદદ કરે છે?—w૨૨.૦૩ ૧૯ ¶૧૬.