યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા કઈ રીતે તમારી પ્રાર્થનાનો જવાબ આપે છે?
પહેલાંના સમયના ઘણા ઈશ્વરભક્તોએ યહોવાને પ્રાર્થનામાં પોતાની ચિંતાઓ જણાવી. બાઇબલમાં જણાવ્યું છે કે તેઓએ પ્રાર્થનામાં શું કહ્યું અને યહોવાએ એનો કઈ રીતે જવાબ આપ્યો. યહોવાએ જે રીતે મદદ કરી, એ જોઈને તેઓની શ્રદ્ધા મજબૂત થઈ હશે. આપણે પણ પોતાની મુશ્કેલીઓ વિશે પ્રાર્થનામાં સાફ સાફ જણાવીએ. એનાથી જોઈ શકીશું કે યહોવા આપણી પ્રાર્થનાનો કઈ રીતે જવાબ આપે છે. આપણે વિચાર્યું હોય એ રીતે કદાચ તે આપણી પ્રાર્થનાનો જવાબ ન પણ આપે. એવું પણ બની શકે કે આપણે જે માંગ્યું હોય, યહોવા એના કરતાં વધારે આપે. (૨કો ૧૨:૭-૯; એફે ૩:૨૦) યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે?
-
મુશ્કેલીઓનો સામનો કરવા બળ અને હિંમત આપે છે તેમજ શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરે છે.—ફિલિ ૪:૧૩
-
યોગ્ય નિર્ણય લેવા ડહાપણ આપે છે.—યાકૂ ૧:૫
-
કોઈ કામ કરવાની ઇચ્છા અને બળ આપે છે.—ફિલિ ૨:૧૩
-
ચિંતામાં હોઈએ ત્યારે શાંતિ આપે છે.—ફિલિ ૪:૬, ૭
-
બીજાઓ દ્વારા મદદ પૂરી પાડે છે, દિલાસો અને હિંમત આપે છે.—૧યો ૩:૧૭, ૧૮
-
આપણે જેઓ માટે પ્રાર્થના કરીએ છીએ તેઓને મદદ કરે છે.—પ્રેકા ૧૨:૫, ૧૧
“યહોવા પ્રાર્થનાના સાંભળનાર” છે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
ખરાબ તબિયતને લીધે વધારે ન કરી શકતા હોઈએ તો શીમીઝુભાઈના દાખલામાંથી આપણને કઈ રીતે હિંમત મળે છે?
-
આપણે શીમીઝુભાઈની જેમ શું કરી શકીએ?