યહોવાના સેવકો તરીકે આપણું જીવન
હું ક્યારે ફરીથી સહાયક પાયોનિયરીંગ કરી શકું?
હઝકીએલે જોયેલું સંદર્શન બતાવે છે કે યહોવાના લોકો રાજીખુશીથી અર્પણ કરશે. આપણે કઈ રીતે યહોવા માટે સ્તુતિનું અર્પણ કરી શકીએ?—હિબ્રૂ ૧૩:૧૫, ૧૬.
એક સૌથી સારી રીત છે કે સહાયક પાયોનિયરીંગ કરીએ. ૨૦૧૮ સેવા વર્ષ દરમિયાન અનેક મહિનાઓમાં પાંચ શનિવાર કે રવિવાર આવે છે. એના લીધે, પૂરા સમયની નોકરી કરતાં ભાઈ-બહેનોને મદદ મળી શકે છે. તેઓ અઠવાડિયાના અંતે વધુ કલાકો પ્રચારમાં વિતાવી શકે છે. ઉપરાંત, માર્ચ અને એપ્રિલમાં તેમજ સરકીટ નિરીક્ષકની મુલાકાત વખતે પ્રકાશકો પાસે મહિના દરમિયાન ૩૦ કે ૫૦ કલાક કરવાનો વિકલ્પ પણ છે.
પરંતુ, જો સંજોગોને લીધે આપણે સહાયક પાયોનિયરીંગ ન કરી શકીએ તો શું? આપણે પ્રચારમાં સુધારો કરવાનો અને વધુ કલાકો કરવાનો ધ્યેય બાંધી શકીએ. ગમે એવા સંજોગો હોય, ૨૦૧૮ના સેવા વર્ષમાં ઉત્તમ અર્પણ આપવા યહોવા માટેનો પ્રેમ આપણને પ્રેરશે.—હોશી ૧૪:૨.
યહોવાની મદદથી હું કંઈ પણ કરી શકું છું વીડિયો બતાવો અને આ સવાલોની ચર્ચા કરો:
-
યહોવાની સેવામાં વધુ કરવા સબીનાને ક્યાંથી પ્રેરણા મળી?
-
સબીનાના દાખલામાંથી તમને કેવું ઉત્તેજન મળ્યું?
-
૨૦૧૮ સેવા વર્ષ દરમિયાન તમે કયા મહિનાઓમાં સહાયક પાયોનિયરીંગ કરી શકો છો?