૧૦
હું હાજર છું તારા માટે
૧. જંગનું મેદાન આ જગત છે
ઇન્સાફના દુશ્મન બધે છે
નફરતની તલવાર સૌ પાસે
યહોવા તું પ્રેમ આપે છે
કોણ દેશે પ્રેમ સંદેશ તારો?
કોણ દેશે સંદેશ શાંતિનો?
યહોવા આજે હુકમ દે
હું હાજર છું તારા માટે
(ટેક)
યહોવા તું સાચો ઈશ્વર છો
એ જઈને કહું સૌને
૨. સંસારનો મોહ બિછાવે જાળ
ફસાયા છે એમાં ઇન્સાન
માણસો પથ્થરને પૂજે
માણસ માણસને પણ પૂજે
કોણ આંખો તેઓની ખોલશે?
કોણ અંધકારમાંથી છોડાવશે?
યહોવા આજે હુકમ દે
હું હાજર છું તારા માટે
(ટેક)
યહોવા તું સાચો ઈશ્વર છો
એ જઈને કહું સૌને
૩. કાંટા ઝેરી છે જગતના
પ્યારનાં ફૂલો કરમાઈ ગયાં
ઈશ્વરનો ડર જે રાખે છે
ઈશ્વરનો માર્ગ તે શોધે છે
કોણ દોરશે તેઓને આજે?
કોણ પાશે પ્રેમજલ તેઓને?
યહોવા આજે હુકમ દે
હું હાજર છું તારા માટે
(ટેક)
યહોવા તું સાચો ઈશ્વર છો
એ જઈને કહું સૌને
(ગીત. ૧૦:૪; હઝકી. ૯:૪ પણ જુઓ.)