સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૫૫

જીવન દીપ નહિ બૂઝે

જીવન દીપ નહિ બૂઝે

(યોહાન ૩:૧૬)

૧. સંપનો રંગ સૌનાં દિલમાં

ખીલશે સુંદર ફૂલો જેમ

સૂર્ય ઊગશે શાંતિનો

સુખનાં આંસુ વેʼશે

(ટેક)

સૌ ગાશે આનંદથી

આ સરગમ ફેલાવશે

બૂઝશે નહિ જીવન દીપ

યહોવા જ્યોત દેશે

૨. ખીલતાં ફૂલ ડોલતી કળી

દુઃખના કાંટા નઈ ખૂંચે

ઘડપણ વળાંક લેશે ને

બધા જુવાન થશે

(ટેક)

સૌ ગાશે આનંદથી

આ સરગમ ફેલાવશે

બૂઝશે નહિ જીવન દીપ

યહોવા જ્યોત દેશે

૩. જીવનની લાંબી ડાળી

નહિ તૂટશે એ કદી

ખુદ યહોવા કહે છે

સુખના દિવસ આવશે

(ટેક)

સૌ ગાશે આનંદથી

આ સરગમ ફેલાવશે

બૂઝશે નહિ જીવન દીપ

યહોવા જ્યોત દેશે