સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર સાથે સારું નામ બનાવીએ

ઈશ્વર સાથે સારું નામ બનાવીએ

(સભાશિક્ષક ૭:૧)

૧. દિલ યહોવાનું ખુશ રાખવા ચાહીશું

એની સાથે તો જીવનભર ચાલીશું

આપણે કોશિશ કરʼયે, નિયમ એનો પાળʼયે

તો યહોવાનું દિલ ખુશ કરʼશું

૨. આ દુન્યા દેખાય મોટા મહેલ જેવી

પણ ખરેખર તો એ છે કબર જેવી

ન દઈએ દુન્યાને આપણી દોસ્તીનો હાથ

લઈએ પ્રભુનો જીવનભર સાથ

૩. તારો જમણો હાથ છોડીશું ન અમે

થાક્યે ન કદી ચાલતા તારી સાથે

નામ તારું અમારાં દિલમાં સદા વસે

ને તારી યાદમાં દિન-રાત વીતે