ગીત ૬૯
રાજ્યનો સંદેશ જણાવતા રહીએ
-
૧. જણાવ્યે રાજ્યનો સંદેશો
બધા લોકોને આપણે
દૂર કરી લોકોના અંધારા
અજવાળા પાસે લાવ્યે
ખુ-શી-ઓ-ની રોશની ફેલાવ્યે
આ ઘોર અંધકાર વીતી જશે
યહોવા લાવશે યુગ સોનેરી
જ્યાં સૂર્ય નઈ આથમે કદી
(ટેક)
ચાલો પૂરી હિંમતથી
જણાવ્યે રાજ્યનો સંદેશ
પૂરા દિલથી યહોવાનું કામ
પૂરું કર’યે આપણે
-
૨. એક વાડાનાં સૌ ઘેટાં આપણે
કર’યે ભક્તિ સંપીને
નાના-મોટા ભેગા મળીને
સેવાને ગણ્યે કીમતી
ઘોંઘાટ ભરેલી આ દુન્યામાં
પ્રેમનો મધુર સાદ સંભળાવ્યે
યહોવા જો પાસે હોય આપણી
ડર હોય આપણને શાનાથી
(ટેક)
ચાલો પૂરી હિંમતથી
જણાવ્યે રાજ્યનો સંદેશ
પૂરા દિલથી યહોવાનું કામ
પૂરું કર’યે આપણે
(ગીત. ૨૩:૪; પ્રે.કા. ૪:૨૯, ૩૧; ૧ પિત. ૨:૨૧ પણ જુઓ.)