સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૨૧

ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા મૂકો

ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા મૂકો

(માથ્થી ૬:૩૩)

  1. ૧. મહાન રાજ છે યહોવાનું

    દુન્યાને બદલી નાખશે

    એના રાજા ઈસુ પોતે

    દૂર કરશે બધી તકલીફ

    (ટેક)

    યહોવાનું રાજ્ય રાખ્યે

    જીવનમાં સૌથી પહેલું

    આ મહાન રાજાનો સંદેશ

    એ ફેલાવ્યે દેશે-દેશ

  2. ૨. કાલની ચિંતા શું કામ કર’યે

    રોજી-રોટી તો મળશે

    ઈશ્વર પર ભરોસો રાખ્યે

    તે બધું પૂરું પાડશે

    (ટેક)

    યહોવાનું રાજ્ય રાખ્યે

    જીવનમાં સૌથી પહેલું

    આ મહાન રાજાનો સંદેશ

    એ ફેલાવ્યે દેશે-દેશ

  3. ૩. સત્યની તરસ જેઓને

    સત્ય પાઈએ તેઓને

    ઈશ્વરના મહાન રાજ્યમાં

    રાખે તેઓ પણ શ્રદ્ધા

    (ટેક)

    યહોવાનું રાજ્ય રાખ્યે

    જીવનમાં સૌથી પહેલું

    આ મહાન રાજાનો સંદેશ

    એ ફેલાવ્યે દેશે-દેશ