ઈશ્વરભક્ત યોશિયા પાસેથી શીખો: યહોવાને પ્રેમ કરો, બૂરાઈને ધિક્કારો—ભાગ ૨
રાજા યોશિયા પર જૂઠી ભક્તિ ચાલુ રાખવા પુષ્કળ દબાણ હતું. એ માટે અનેક ધમકીઓ પણ મળી. તોપણ, યોશિયાએ જૂઠી ભક્તિ દૂર કરવા માટે મક્કમ નિર્ણય લીધો. તેમણે લોકોને એવું મન કેળવવા મદદ કરી કે તેઓ યહોવાને પ્રેમ કરે અને જે સારું છે એ કરતા રહે.