ખાસ ઝુંબેશ
ઈશ્વરનું રાજ્ય કઈ રીતે ભ્રષ્ટાચાર દૂર કરશે?
આજે લોકો ભ્રષ્ટ નેતાઓથી કંટાળી ગયા છે. તેઓ એવા નેતાઓ ચાહે છે જેમના પર ભરોસો મૂકી શકાય. દુનિયાના અલગ-અલગ દેશોમાં એક સર્વે કરવામાં આવ્યો જેના વિશે ૨૦૨૩માં છાપવામાં આવ્યું. એ સર્વેમાં લોકોએ જણાવ્યું કે તેઓ નેતાઓ પર સૌથી ઓછો ભરોસો મૂકે છે. a
બાઇબલમાં એક સરકાર વિશે જણાવ્યું છે. ભ્રષ્ટ ન હોય એવી ઇમાનદાર અને ભરોસાપાત્ર વ્યક્તિ એને ચલાવશે. એ સરકાર ઈશ્વરનું રાજ્ય છે, જેના આગેવાન ઈસુ છે.—યશાયા ૯:૭.
ઈસુ જ્યારે પૃથ્વી પર હતા, ત્યારે તેમણે પોતાના કાર્યોથી બતાવી આપ્યું કે તેમને લોકોની ચિંતા છે. (માથ્થી ૯:૩૫, ૩૬) ઈશ્વરના રાજ્યના રાજા તરીકે તે એવા દરેક લોકોને ન્યાય અને શાંતિ આપશે જેઓ તેમને રાજા માને છે.—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
a ૨૦૨૩ એડલ્મેન ટ્રસ્ટ બેરોમીટર ગ્લોબલ રિપોર્ટ.