ખરેખર કોણ દુનિયા પર રાજ કરે છે?
ખરેખર કોણ દુનિયા પર રાજ કરે છે?
તમે ભાગ્યે જ કોઈ “ડોન”ને મળ્યા હશો. પણ એનો અર્થ શું એવો થાય કે દુનિયામાં એવા લોકો છે જ નહિ? આવા મોટા ગુનેગારો પોતાની ઓળખ છુપાવવામાં ઉસ્તાદ હોય છે. અરે તેઓ જેલના સળિયા પાછળ રહીને પણ ઘણા કામો કરાવતા હોય છે. તેઓના ભ્રષ્ટ કામો વિષે ન્યૂઝ પેપરમાં પહેલા પાને જ જોવા મળે છે. જેમ કે, ‘ડ્રગ્સના ધંધાને લીધે અથડામણ,’ ‘કૂટણખાનું પકડાયું,’ ‘માણસોની ઘૂસણખોરી કરાવતી ગૅંગ પકડાઈ.’ આ તો અમુક જ બાબતો છે, જે બતાવે છે કે ગુનેગારોના ખરાબ કામો ચારેય બાજુ ફેલાયેલા છે.
ઈશ્વરે આપણને બાઇબલ આપ્યું છે. એ જણાવે છે કે દુષ્ટતા પાછળ શેતાનનો હાથ છે. તે દુષ્ટોનો સરદાર છે. તે ‘ખોટા ચિહ્નો’ અને “પાપરૂપ કપટ” કરીને પોતાની ઇચ્છા પૂરી કરે છે. અરે બાઇબલ એ પણ કહે છે કે લોકોને ભમાવવા શેતાન “પ્રકાશના દૂતનો વેશ લે છે.” (૨ થેસ્સાલોનીકી ૨:૯, ૧૦; ૨ કોરીંથી ૧૧:૧૪) તેના કામોથી સાબિતી મળે છે કે તે અસ્તિત્વ ધરાવે છે. તેમ છતાં ઘણા લોકોને એ માનવું અઘરું લાગે છે. હવે આપણે જોઈશું કે શેતાન વિષે બાઇબલ શું કહે છે. પણ એ પહેલાં આપણે જોઈએ કે શા માટે ઘણા લોકોને શેતાનમાં માનવું અઘરું લાગે છે.
▪ “શું પ્રેમના સાગર ઈશ્વરે, શેતાનને બનાવ્યો છે?”: બાઇબલ કહે છે કે ઈશ્વર કદી ભૂલ કે પાપ કરી શકતા નથી. તે બધી રીતે પવિત્ર છે. તો પછી તે કઈ રીતે ક્રૂર, હિંસક અને દુષ્ટ વ્યક્તિને બનાવી શકે! ઈશ્વરે કોઈ દુષ્ટ વ્યક્તિને બનાવી હોય એવું બાઇબલમાં ક્યાંય જોવા મળતું નથી. પણ એ તો સાફ જણાવે છે કે ‘ઈશ્વર તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે; કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.’—પુનર્નિયમ ૩૨:૪; ગીતશાસ્ત્ર ૫:૪.
તો પછી સવાલ થાય કે જો ઈશ્વરે તન-મનથી સંપૂર્ણ વ્યક્તિ બનાવી હોય તો શું તે ફક્ત સારા જ કાર્ય કરી શકે? જો એમ હોય તો ઈશ્વરે જાણે તેને રોબોટ જેવી બનાવી છે. પણ હકીકતમાં તો ઈશ્વરે તેને પસંદગી કરવાની છૂટ આપી છે. એટલે એ વ્યક્તિ સારી કે ખરાબ પસંદગી કરી શકે છે. એ પસંદગીના આધારે જ તેને સારી કે ખરાબ ગણવામાં આવશે.
જો ઈશ્વર વ્યક્તિને ખોટું કરતા રોકે, તો શું તેને પસંદગી કરવાની છૂટ આપી છે એમ કહેવાય? ઈસુએ કહ્યું કે શેતાને એ છૂટનો દુરુપયોગ કર્યો અને “સત્યમાં સ્થિર રહ્યો નહિ.” (યોહાન ૮:૪૪) આ શબ્દો સાફ બતાવે છે કે એ સ્વર્ગદૂત એક સમયે “સત્યમાં સ્થિર” હતો, પરંતુ ખરાબ પસંદગી કરીને શેતાન તરીકે ઓળખાયો. * ઈશ્વરને મનુષ્ય અને સ્વર્ગદૂતો પર એટલો પ્રેમ અને ભરોસો છે, કે તેઓને પસંદગી કરવાની છૂટ આપી.— “શું તન-મનથી સંપૂર્ણ વ્યક્તિ પાપ કરી શકે?” પાન ૬ પરનું બૉક્સ જુઓ.
અયૂબ ૧:૭) એ જાસૂસો ચારેય બાજુ ફરીને રાજા માટે જાસૂસી કરતા. જો શેતાન ખરેખર ઈશ્વરનો જાસૂસ હોય, તો પછી તેને શા માટે એવું કહેવું પડ્યું કે પોતે “આમતેમ સર્વત્ર ફરીને આવ્યો” છે? હકીકતમાં તો અયૂબના પુસ્તકમાં શેતાનને ઈશ્વરનો સેવક નહિ, પણ દુશ્મન કહેવામાં આવ્યો છે. અરે તેના નામનો અર્થ જ વિરોધી થાય છે. (અયૂબ ૧:૬) તો પછી લોકોને આ વિચાર કેવી રીતે આવ્યો કે શેતાન તો ઈશ્વરનો સેવક છે?
▪ “શેતાન તો ઈશ્વરનો સેવક છે”: અમુકનું માનવું છે કે અયૂબના પુસ્તકમાંથી એવું લાગે છે કે શેતાન તો ઈશ્વરનો સેવક છે. બાઇબલનો એક જ્ઞાનકોષ જણાવે છે કે જ્યારે શેતાન “આમતેમ સર્વત્ર ફરીને આવ્યો” ત્યારે તે જાણે પ્રાચીન સમયના ઈરાની જાસૂસ જેવું કામ કરતો હતો. (પહેલી સદીથી યહુદી દંતકથાના પુસ્તકો શેતાનને થોડી અલગ રીતે વર્ણવે છે. એમાં કહેવામાં આવ્યું છે કે શેતાન જાણે ઈશ્વર સાથે વાટાઘાટો કરે છે, પરંતુ છેવટે તો તે ઈશ્વરની ઇચ્છા મુજબ કરે છે. ઇતિહાસકાર જે.બી. રસેલે પોતાના પુસ્તકમાં (મેફીસ્ટોફેલેસ) જણાવ્યું કે પ્રોટેસ્ટંટ ધર્મ સુધારક માર્ટિન લુથર માને છે કે ‘જેવી રીતે બગીચા માટે કોઈ ખરપડી જેવું સાધન વાપરે, એવી રીતે શેતાન પણ ઈશ્વરના હાથનું એક સાધન છે.’ રસેલના કહેવાનો અર્થ એ હતો કે ‘જંગલી ઘાસ કાપવામાં જાણે ખરપડીને મઝા આવે છે,’ પણ એ સાધન તો છેવટે ઈશ્વરના હાથમાં જ રહે છે. તે પોતાનો મકસદ પૂરો કરવા એનો ઉપયોગ કરે છે. લુથરનું આ યાકૂબ ૧:૧૩) આવું શિક્ષણ અને ૨૦મી સદીમાં બનેલા ક્રૂર બનાવોને લીધે ઘણા લોકો ઈશ્વર અને શેતાનના અસ્તિત્વમાં માનતા નથી.
શિક્ષણ પછીથી ફ્રાન્સના એક ધર્મશાસ્ત્રી જોન કેલ્વિને સ્વીકાર્યું. પણ એ શિક્ષણ ઘણા ન્યાય ચાહકોને ખટક્યું. તેઓને લાગ્યું કે કઈ રીતે એક પ્રેમાળ ઈશ્વર દુષ્ટતાને ચાલવા દઈ શકે? અરે શું તે દુષ્ટતા વધે એવી ઇચ્છા રાખી શકે? (▪ “શેતાન કોઈ વ્યક્તિ નથી પણ ફક્ત દુષ્ટતાનો ગુણ છે”: જો આપણે શેતાનને દુષ્ટતાનો ગુણ ગણીએ તો બાઇબલની અમુક કલમો સમજી જ ના શકીએ. દાખલા તરીકે અયૂબ ૨:૩-૬ પ્રમાણે ઈશ્વર કોની સાથે વાત કરી રહ્યા હતા? શું તે અયૂબમાં રહેલા દુષ્ટતા સાથે વાત કરતા હતા? કે પછી તે પોતામાં રહેલી દુષ્ટતા સાથે વાત કરતા હતા? વધુમાં શું એવું બની શકે કે એક બાજુ ઈશ્વર અયૂબના ગુણોના વખાણ કરે અને બીજી બાજુ તેનું દુષ્ટતાથી પરીક્ષણ થવા દે? જો ઈશ્વરના વિચારો એવા હોય તો, જાણે તેમનું સારું અને ખરાબ એમ બે અલગ-અલગ વ્યક્તિત્વ છે. પણ એ વિચાર બાઇબલની એકદમ વિરુદ્ધ છે, કેમ કે બાઇબલ કહે છે ઈશ્વરમાં “કંઈ અન્યાય નથી.” (ગીતશાસ્ત્ર ૯૨:૧૫) હકીકતમાં અયૂબને ઈજા પહોંચાડવા ઈશ્વરે “હાથ” ઉગામ્યો નહિ. ખરેખર ઈશ્વરના સ્વભાવમાં કોઈ દુષ્ટતા નથી. વળી, શેતાન દુષ્ટતાનો કોઈ ખરાબ ગુણ નથી. તે ખરેખર એક ખરાબ દૂત છે, જે હાથે કરીને ઈશ્વરનો દુશ્મન બન્યો છે.
દુનિયા પર કોણ ખરેખર રાજ કરી રહ્યું છે?
ઘણાને લાગે છે કે શેતાનમાં માનવું તો જૂનવાણી કહેવાય. જોકે તેઓ દુષ્ટતા પાછળનું કોઈ બીજું કારણ સમજાવી શકતા નથી. એટલે તેઓ ગોળ ફરીને પાછા શેતાન પર જ આવે છે. જેઓ કહે છે કે શેતાન છે જ નહિ, તેઓ માને છે કે ઈશ્વર પણ નથી. જો ઈશ્વર ના હોય તો તેમના નીતિ-નિયમો પાળવાનો સવાલ જ નથી.
ઓગણીસમી સદીના કવિ ચાર્લ્સ-પિએર બૌદેલાયરીએ લખ્યું: ‘શેતાન આપણા મનમાં ઘૂસાડે છે કે તેનું અસ્તિત્વ છે જ નહિ. આ તેની સૌથી મોટી ચાલ છે.’ પોતાની ઓળખ છુપાવીને શેતાને લોકોના મનમાં ઈશ્વરના અસ્તિત્વ વિષે શંકા ઊભી કરી છે. બીજાઓ માને છે કે જો શેતાન હોય જ નહિ, તો આ બધી દુષ્ટતા માટે ઈશ્વર જવાબદાર ગણાય. શેતાન ઇચ્છે છે કે લોકો એવું જ વિચારે.
પોતાની ઇચ્છા પૂરી કરવા શેતાન એક ડોનની જેમ પોતાની ઓળખ છુપાવે છે. તેની ઇચ્છા શું છે? બાઇબલ એનો જવાબ આપે છે: “આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય.”—૨ કોરીંથી ૪:૪.
જોકે હજી સવાલ તો ઊભો જ છે કે શેતાન સામે પગલાં ભરવા ઈશ્વર શું કરશે? એનો જવાબ આપણે પછીના લેખમાં મેળવીશું. (w11-E 09/01)
[ફુટનોટ]
^ ઈશ્વરે શા માટે બંડ કરનાર શેતાનનો તરત જ નાશ કર્યો નહિ? આ સવાલનો જવાબ મેળવવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું અગિયારમું પ્રકરણ જુઓ. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૫ પર બ્લર્બ]
શેતાન શું ઈશ્વરનો સેવક છે કે દુશ્મન?
[પાન ૬ પર બોક્સ/ચિત્ર]
શું તન-મનથી સંપૂર્ણ વ્યક્તિ પાપ કરી શકે?
ઈશ્વરે સ્વર્ગદૂતો અને માણસોને બધી રીતે સંપૂર્ણ બનાવ્યા હતા. પણ સાથે સાથે તેઓની અમુક મર્યાદા હતી. જો પ્રથમ મનુષ્ય આદમ લાકડું, ધૂળ કે કાંકરા ખાત, તો તેને ચોક્કસ એનું પરિણામ ભોગવવું પડત. જો તે ગુરુત્વાકર્ષણના નિયમને અવગણીને પહાડ પરથી કૂદકો મારત, તો ચોક્કસ તેને ગંભીર ઈજા થઈ હોત અથવા મોત થયું હોત. આવી મર્યાદા તેઓએ સ્વીકારવાની હતી.
આ બતાવે છે કે સ્વર્ગદૂત કે મનુષ્ય ઈશ્વરના ધોરણોની ઉપરવટ જાય તો તેઓને એનું પરિણામ ભોગવવું પડે છે. જ્યારે તન-મનથી સંપૂર્ણ વ્યક્તિ ઈશ્વરે આપેલી છૂટનો દુરુપયોગ કરે, ત્યારે તે સહેલાઈથી ભૂલ કરીને પાપમાં પડે છે.—ઉત્પત્તિ ૧:૨૯; માત્થી ૪:૪.