સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું બાળકોને ઈશ્વર વિષે શીખવવું જોઈએ?

શું બાળકોને ઈશ્વર વિષે શીખવવું જોઈએ?

શું બાળકોને ઈશ્વર વિષે શીખવવું જોઈએ?

‘ધર્મ લોકોને પ્રેમ બતાવવાને બદલે નફરત કરવા વધારે ઉશ્કેરે છે.’—અંગ્રેજ લેખક જોનાથાન સ્વીફ્ટ.

સ્વીફટે આ વિચાર ૧૮મી સદીમાં જણાવ્યો હતો, છતાં આજે ઘણા એની સાથે સહમત થાય છે. અમુક માને છે કે બાળકોને ધર્મ વિષે શીખવવાનો હક માબાપને ન આપવો જોઈએ. તેઓ માને છે કે ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા બાળકો અમુક સારી બાબતોથી વંચિત રહી જાય છે.

તમારું શું માનવું છે? નીચે આપેલા મુદ્દાઓમાંથી તમને કયો યોગ્ય લાગે છે?

• માબાપને પોતાના બાળકોને ઈશ્વર વિષે શીખવવા દેવા ન જોઈએ.

• બાળકો મોટા થઈ જાય પછી જ તેઓ સાથે ધાર્મિક બાબતોની ચર્ચા કરવી જોઈએ.

• બાળકો હજી નાના હોય ત્યારથી જ માબાપે પોતાની ધાર્મિક માન્યતા વિષે શીખવવું જોઈએ. જ્યારે તેઓ યુવાન થાય ત્યારે એ બાબતો પર જાતે વિચાર કરે એવું ઉત્તેજન આપવું જોઈએ.

• બાળકોએ આંખો મીંચીને માબાપની ધાર્મિક માન્યતા સ્વીકારી લેવી જોઈએ.

શું ધર્મને લીધે બાળકને નુકસાન થાય છે?

કોઈ પણ માબાપ ઇચ્છશે નહિ કે પોતાનું બાળક જોખમમાં આવી પડે. પણ અમુક લોકોનું કહેવું છે કે ઈશ્વર વિષે શીખવવાથી બાળકને નુકસાન થશે. આવો દાવા કરતા લોકો પાસે શું કોઈ સાબિતી છે? ઘણા દાયકાઓથી સંશોધકો એ વિષય પર ઊંડો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ જોવા માગતા હતા કે માબાપની ધાર્મિક માન્યતાની બાળકો પર શું અસર થાય છે. છેવટે તેઓ શું તારણ પર આવ્યા?

તેઓને જોવા મળ્યું છે કે ધર્મની બાળકો પર ખરાબ અસર થતી નથી. એને બદલે બાળકોના સારા વિકાસ માટે ધર્મ ઘણો મદદ કરે છે. ૨૦૦૮ના એક મૅગેઝિનનો અહેવાલ * જણાવે છે: “ધર્મ વિષે શીખવવાને લીધે બાળકનો માતા અને પિતા સાથેનો સંબંધ ગાઢ બન્યો છે.” (સોશિયલ સાયન્સ રિસર્ચ) એમાં આમ પણ જણાવ્યું છે: “ઈશ્વરની ભક્તિ, ઘણા બાળકના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમ જ કુટુંબમાં બધા હળી-મળીને રહે એ માટે પણ ધાર્મિકતા ખૂબ જરૂરી છે.” જરા નોંધ કરો કે એ અહેવાલ ઈસુના વિચારો સાથે કેટલો મળતો આવે છે. તેમણે કહ્યું: “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે, તેઓને ધન્ય છે.”—માત્થી ૫:૩, NW.

બીજા અમુક માને છે કે બાળકો મોટા થઈ જાય પછી જ તેઓને ઈશ્વર અને ધર્મ વિષે શીખવવું જોઈએ. એવું વિચારનારા આ હકીકત ભૂલી જાય છે: બાળકનું મગજ એક ખાલી ડોલ જેવું છે. હવે માતા-પિતાના હાથમાં છે કે એને શાનાથી ભરવા દેશે. પોતે આપેલા સારા સંસ્કાર અને માન્યતાથી અથવા તો દુનિયાના વિચારોથી.

માબાપ તરીકે તમે શું કરશો?

ઇતિહાસ સાબિતી આપે છે ધર્મોએ હંમેશાં લોકોમાં ભેદભાવ અને નફરત પેદા કર્યા છે. તો પછી જોનાથાન સ્વીફ્ટે જે જણાવ્યું એ પ્રમાણે ન થાય માટે માતા-પિતા શું કરી શકે? તેઓ કઈ રીતે પોતાની માન્યતા બાળકોને શીખવી શકે, જેથી તેઓ બીજાઓને પ્રેમ બતાવી શકે?

એનો જવાબ મેળવવા આ ત્રણ સવાલો પર વિચાર કરો: (૧) બાળકોએ શું શીખવું જોઈએ? (૨) બાળકોને ઈશ્વર વિષે કોણે શીખવવું જોઈએ? (૩) બાળકોને ઈશ્વર વિષે કઈ રીતે શીખવવું જોઈએ? (w11-E 08/01)

[ફુટનોટ]

^ આ અભ્યાસ માટે અમેરિકાના ૨૧,૦૦૦ બાળકો પાસેથી માહિતી ભેગી કરવામાં આવી હતી. તેમ જ તેઓના માબાપ અને શિક્ષકોને પણ પૂછવામાં આવ્યું હતું.