સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પાઊલે કહ્યું કે ‘મૂએલાના માટે બાપ્તિસ્મા’ થશે. તો આનો શું અર્થ થાય છે?

બાપ્તિસ્મા લેવા અને સ્વર્ગમાં જવા વિષે પાઊલે કહ્યું: “જો એમ ન હોય તો જેઓ મૂએલાંને સારૂ બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાંનું પુનરુત્થાન થતું જ નથી, તો તેઓને માટે લોકો શા સારૂ બાપ્તિસ્મા પામે છે?” બીજું એક બાઇબલ અનુવાદ કહે છે: “જો મૂએલાં સજીવન થવાનાં ન હોય તો તેઓને માટે લોકો બાપ્તિસ્મા લે છે તેનું શું? જો મૂએલાં ઊઠશે એવો વિશ્વાસ ન હોય તો તેમને માટે બાપ્તિસ્મા શું કામ લેવું?”—૧ કરિંથી ૧૫:૨૯, IBSI.

શું પાઊલ એમ કહેવા માંગતા હતા કે બાપ્તિસ્મા લીધા પહેલાં મરી ગયા હતા, તેઓ માટે જીવતા ખ્રિસ્તીઓને બાપ્તિસ્મા લેવું જોઈએ? ઉપરછલ્લી નજર નાખવાથી તો એમ જ લાગી શકે. પરંતુ, બીજી કલમો તપાસવાથી આપણને ખબર પડે છે કે પાઊલ એમ કહેવા માંગતા ન હતા. કેમ કે મૂળ ગ્રીક ભાષામાં “સારૂ” કે ‘માટેનો’ અર્થ ‘બનવાનું’ પણ થઈ શકે. એટલે એ કલમ આવી રીતે વાંચી શકાય: ‘જો એમ ન હોય તો જેઓ મૂએલાં બનવા બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે?’ (૧ કોરીંથી ૧૫:૨૯) આમ, પાઊલ એમ કહેતા હતા કે સ્વર્ગમાં જવાની આશા રાખે છે, તેઓ બાપ્તિસ્મા લઈને એક ખાસ માર્ગ પર ચાલશે. યહોવાહને વફાદારી બતાવવા માટે ઈસુએ મરવું પડ્યું, તેવી જ રીતે આ ખ્રિસ્તીઓને પણ મરવું પડશે. વળી, મરણ પછી યહોવાહ ઈસુને સજીવન કરીને સ્વર્ગમાં લઈ ગયા, તેમ આ ખ્રિસ્તીઓ પણ મરણ પછી સ્વર્ગમાં જશે.

બાઇબલની બીજી કલમો આ બાબત પર વધુ પ્રકાશ ફેંકે છે. પાઊલે રૂમી મંડળને લખ્યું: “શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા?” (રૂમીઓને પત્ર ૬:૩) વળી, ફિલિપીના મંડળને તેમણે કહ્યું: ‘હું ઈસુના દુઃખોનો ભાગીદાર બનું અને તેમના મરણમાં એકરૂપ થાઉં અને એવી આશા રાખતાં હું મરણમાંથી સજીવન થાઉં છું.’ (ફિલિપી ૩:૧૦,૧૧, પ્રેમસંદેશ) પાઊલ મંડળોને સમજાવતા હતા કે ઈસુની જેમ તેઓએ પણ યહોવાહને વફાદાર રહેવું જોઈએ. વળી, શહીદ થવા દરરોજ તૈયાર રહેવું જોઈએ, પછી મરણ પામીને તેઓ સ્વર્ગમાં જીવન મેળવશે.

કોઈ પણ શાસ્ત્રમાં ‘મૂએલા’ અને ‘બાપ્તિસ્મા’ સાથે વાત થતી હોય, ત્યારે એ ફક્ત જીવતા ખ્રિસ્તીઓને જ લાગુ પાડે છે. આથી, પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓને કહ્યું: ‘ઈસુની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા, અને તેમાં પણ જે દેવે તેને મૂએલાંમાંથી ઉઠાડ્યો, તેના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને ઈસુની સાથે ઉઠાડવામાં આવ્યા.’—કોલોસી ૨:૧૨.