સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ કદી સાથ છોડતા નથી

યહોવાહ કદી સાથ છોડતા નથી

યહોવાહ કદી સાથ છોડતા નથી

‘દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને ભૂલે એવા અન્યાયી નથી.’—હેબ્રી ૬:૧૦.

૧. યહોવાહને તમારા પ્રત્યે જે લાગણી છે, એ હેબ્રી અને માલાખીના પુસ્તકો કઈ રીતે બતાવે છે?

 શું કદી એવું બન્યું છે કે તમે કોઈ ફ્રેન્ડ માટે ઘણું કર્યું હોય. પરંતુ, તમને થેંક્યું કહેવાની પણ તેને ફુરસદ ન હોય? અરે, તે જાણે એવી રીતે વર્તે કે તમને જાણતા પણ નથી. હવે, જરા આ વિચારો: ‘દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને ભૂલે એવા અન્યાયી નથી.’ (હેબ્રી ૬:૧૦) એનો શું અર્થ થાય? તમે યહોવાહ માટે જે કંઈ કરો છો, એ ભૂલી જતા નથી. યહોવાહ કહે છે કે જો એ ભૂલી જાય તો તે પોતાને અન્યાયી, પાપી ગણશે. હવે તમને યહોવાહ, તમારા બેસ્ટ ફ્રેન્ડ વિષે કેવું લાગે છે?—માલાખી ૩:૧૦.

૨. યહોવાહના ફ્રેન્ડ બનવું શા માટે સ્પેશિયલ છે?

તમને એવા કદરદાન પરમેશ્વરના ફ્રેન્ડ બનવાની તક છે. દુનિયામાં ૬ અબજની વસ્તી છે. એમાં ફક્ત ૬૦ લાખ યહોવાહના સેવકો હોવાથી, તમને આ સ્પેશિયલ લહાવો છે. વળી, તમે તેમનું કહેવું સાંભળી રહ્યા છો, એ જ બતાવે છે કે યહોવાહ તમારું ધ્યાન રાખે છે. ઈસુએ કહ્યું હતું: “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહાન ૬:૪૪) યહોવાહ પોતે તમને મદદ કરે છે, જેથી તમે ઈસુ ખ્રિસ્તની કુરબાનીનો પૂરો લાભ લઈ શકો.

યહોવાહની વાતો ખુશીથી કરો

૩. કોરાહના દીકરાઓએ કઈ રીતે યહોવાહની કદર બતાવી?

આગળના લેખમાં જોયું તેમ, તમે પોતે યહોવાહનું નામ રોશન કરી શકો છો. (નીતિવચનો ૨૭:૧૧) એ તમારા જીવનમાં બહુ જ ઈમ્પોર્ટન્ટ છે. એક સુંદર ગીતમાં, કોરાહના દીકરાઓએ યહોવાહની કદર બતાવી: “હજાર દિવસ [બીજે ગાળવા] કરતાં તારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુઓમાં રહેવું, તે કરતાં મારા દેવના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે.”—ગીતશાસ્ત્ર ૮૪:૧૦.

૪. (ક) યહોવાહને રસ્તે ચાલવું અમુકને શા માટે ન ગમે? (ખ) યહોવાહ પોતાના દોસ્તોને બદલો આપવા ઉતાવળા છે, એવું શા માટે કહી શકાય?

શું તમે કોરાહના દીકરાઓ જેમ જ યહોવાહની દોસ્તી ચાહો છો? તમને કદાચ લાગે કે ‘યહોવાહનું કહેવું માનું તો, હું આમ નહિ કરી શકું કે તેમ નહિ કરી શકું.’ ખરું કે બાઇબલના સંસ્કાર પાળવા માટે તમારે કંઈક જતું પણ કરવું પડે. પરંતુ જરા વિચારો, શું યહોવાહનું માનવામાં તમને જ ફાયદો નથી? (ગીતશાસ્ત્ર ૧:૧-૩) એટલું જ નહિ, પણ યહોવાહ માટે તમે જે કઈ કરો એ જુએ છે. હા, યહોવાહ તમારો પ્રેમ કદી ભૂલશે નહિ. પાઊલે લખ્યું હતું: “જેઓ તેમને શોધે છે તેઓને તે બદલો આપે છે.” (હેબ્રી ૧૧:૬, પ્રેમસંદેશ) યહોવાહ એવા લોકોને બદલો આપવા માટે શું કરે છે? બાઇબલ જણાવે છે કે, ‘યહોવાહની નજર આખી પૃથ્વી ઉપર ફરતી હોય છે અને જેઓ પૂરા દિલોજાનથી તેને વફાદાર રહે છે તેમને તે બળ આપે છે.’—૨ રાજવૃત્તાંત ૧૬:૯, સંપૂર્ણ બાઇબલ.

૫. (ક) તમે કઈ રીતે યહોવાહના બેસ્ટ ફ્રેન્ડ બની શકો? (ખ) યહોવાહ વિષે વાત કરવાનું કેમ મુશ્કેલ લાગી શકે?

તમે કઈ રીતે યહોવાહના હજુ વધારે બેસ્ટ ફ્રેન્ડ બની શકો? જેમ તમારા જિગરી દોસ્ત વિષે તમે બીજાને કહેશો, તેમ યહોવાહ વિષે બીજાને જણાવો. શું તમે સ્કૂલ કે કોલેજના ફ્રેન્ડ્‌સને યહોવાહ વિષે જણાવ્યું છે? તમે કહેશો, કે ‘કદી નહિ! તેઓ મને ભગત, ભગત કહીને ચીડવશે તો?’ પણ તમને યાદ છે, ઈસુએ કહ્યું હતું કે બધા તમારું સાંભળશે નહિ. (યોહાન ૧૫:૨૦) એનો અર્થ એવો પણ નથી કે તમે કોઈને ગમશો નહિ. એને બદલે, યહોવાહની સરસ વાતો કરવાથી તમારા ફ્રેન્ડ-સર્કલમાં તમારું માન વધશે.

“યહોવાહ તમને હેલ્પ કરશે”

૬, ૭. (ક) કઈ રીતે ૧૭ વર્ષની જેનીફરે યહોવાહ વિષે વાત કરી? (ખ) એમાંથી તમે શું શીખ્યા?

તમને થશે કે પણ ધર્મ વિષે કઈ રીતે વાત કરી શકાય? જ્યારે કોઈ પૂછે કે તમે શું માનો છો, ત્યારે સીધેસીધું જણાવો કે તમે યહોવાહના વીટનેસ છો. જેનીફર ૧૭ વર્ષની છે, એનો અનુભવ સાંભળો: “મારી સ્કૂલે લંચમાં છોકરીઓ ધર્મ વિષે વાતો કરતી હતી. એમાંની એકે મારા તરફ જોઈને પૂછ્યું કે હું શું માનું છું.” શું જેનીફર નર્વસ હતી? તે કહે છે: “હા, કેમ કે મને ખબર ન હતી કે મારો જવાબ સાંભળીને તેઓ શું કહેશે.” તો પછી જેનીફરે શું કર્યું? તે કહે છે: “મેં તેઓને કહ્યું કે હું યહોવાહની વીટનેસ છું. પહેલા તો તેઓને માનવામાં જ નહિ આવ્યું. તેઓને યહોવાહના વીટનેસ વિષે ખોટા આઇડિયા હતા. તેઓએ મને વધારે પ્રશ્નો પૂછ્યા, અને તેઓ સાથે વધારે વાત કરવાનું મને ખૂબ ગમ્યું. એ પછી પણ છોકરીઓ મને છૂટથી પ્રશ્નો પૂછતી.”

યહોવાહ વિષે વાત કરીને જેનીફરને કેવું લાગ્યું? તે કહે છે: “એ લંચ-ટાઈમ પૂરો થયો ત્યારે મારી ખુશીનો પાર ન હતો. હવે એ છોકરીઓ યહોવાહ વિષે વધારે જાણે છે.” જેનીફર એક સીમ્પલ સલાહ આપે છે: “તમને બીજા સ્ટુડન્ટ કે ટીચરની સાથે યહોવાહ વિષે વાત કરતા ડર લાગતો હોય તો, ટૂંકી પ્રાર્થના કરો. યહોવાહ તમને હેલ્પ કરશે. તમે બહુ હેપી થશો કે તમે બીજા લોકોને યહોવાહ વિષે વાત કરી.”—૧ પીતર ૩:૧૫.

૮. (ક) નહેમ્યાહને પ્રાર્થનાથી કઈ રીતે મદદ મળી? (ખ) તમે ખાસ કરીને કયારે યહોવાહને ટૂંકી પ્રાર્થના કરી શકો?

જેનીફર જણાવે છે કે યહોવાહને ‘ટૂંકી પ્રાર્થના કરી લો.’ તમને બાઇબલમાંથી નહેમ્યાહ યાદ છે? તે ઈરાનના રાજા આર્તાહશાસ્તાના દરબારમાં નોકરી કરતા હતા. તે રાજા માટે વાઇન ચાખી આપતા હતા. નહેમ્યાહે યહુદીઓના સંજોગો વિષે અને ઉજ્જડ પડેલા યરૂશાલેમ વિષે સાંભળ્યું. તેથી, એ બહુ ડિપ્રેસ થઈ ગયા હતા. એટલે રાજાએ પૂછ્યું કે ‘તું આવો ઉદાસ કેમ થઈ ગયો છે?’ નહેમ્યાહે જવાબ આપતા પહેલાં, ટૂંકી પ્રાર્થના કરી. પછી, તેમણે હિંમતથી રાજાને પૂછ્યું કે શું તે પોતે જઈને યરૂશાલેમ બાંધી શકે. રાજાએ નહેમ્યાહની વિનંતી સ્વીકારી અને તેમને મદદ પણ કરી. (નહેમ્યાહ ૨:૧-૮) આપણે એમાંથી શું શીખીએ છીએ? જ્યારે તમને યહોવાહ વિષે વાત કરવાની તક મળે, પણ તમે નર્વસ થઈ જાવ, ત્યારે તમે ટૂંકી પ્રાર્થના કરી શકો. બાઇબલ જણાવે છે: ‘તમારી સર્વ ચિંતા યહોવાહ પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭; ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

‘જવાબ આપવા તૈયાર રહો’

૯. લીઆહ કઈ રીતે ૨૩ પુસ્તકો સ્કૂલની ફ્રેન્ડ્‌સને આપી શકી?

હવે ૧૩ વર્ષની લીઆહનો વિચાર કરો. તે સ્કૂલમાં લંચ-ટાઈમે પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે જવાબો જે સફળ થાય છે * પુસ્તક વાંચતી હતી. તે કહે છે કે “થોડી વારમાં જ મારી આજુ-બાજુ અમુક જણા ભેગા થઈ ગયા. અને પૂછવા માંડ્યા કે હું શું વાંચું છું.” એ જ દિવસે ચાર છોકરીઓએ લીઆહ પાસેથી એ બુક માંગી. પછી એ છોકરીઓ પોતાની ફ્રેન્ડ્‌સને એ બતાવવા માંડી. તેઓને પણ એ બુક ગમી ગઈ. થોડા જ વખતમાં લીઆહે સ્કૂલની ફ્રેન્ડ્‌સને ૨૩ પુસ્તકો આપ્યાં. શું શરૂઆતમાં લીઆહને યહોવાહ વિષે વાત કરવાનું સહેલું લાગ્યું હતું? ના રે ના! લીઆહ કહે છે: “પહેલા તો હું બહુ જ નર્વસ થઈ ગઈ. પણ મેં પ્રાર્થના કરી અને મને યહોવાહે હિંમત આપી.” સમય જતાં, સ્કૂલની અમુક ફ્રેન્ડ્‌સે તેની પાસે આવીને જણાવ્યું કે એ બુક તેઓને બહુ જ હેલ્પ કરતી હતી. લીઆહ કહે છે: “હું ખૂબ જ હેપી છું, કેમ કે મને ખબર છે કે એ તેઓને યહોવાહ વિષે શીખવે છે. તેમ જ, તેઓને પણ એ હેપી બનાવે છે.”

૧૦, ૧૧. એક નાનકડી છોકરીએ નાઅમાનને કઈ રીતે મદદ કરી? નાઅમાને કયા ફેરફારો કર્યા?

૧૦ લીઆહના અનુભવથી તમને કદાચ નાનકડી ઈસ્રાએલી છોકરી યાદ આવશે. તેને સીરિયામાં ગુલામ તરીકે લઈ જવામાં હતી. સીરિયાના સેનાપતિ નાઅમાનની પત્નીનું નાનું-મોટું કામ તે કરતી હતી. એ સેનાપતિને આખા શરીરે કોઢ હતો. તેની પત્નીએ વાત-વાતમાં એ જણાવ્યું હશે. તેથી, આ નાની છોકરીએ યહોવાહના એક પ્રબોધકની વાત કરી અને કહ્યું: “હું ઇચ્છું છું કે મારા માલિક સમરૂનમાં જાય અને ત્યાં પ્રબોધકને મળે. તેમના રોગમાંથી એ પ્રબોધક તેમને સાજા કરશે!”—૨ રાજાઓ ૫:૧-૩, IBSI.

૧૧ આ નાનકડી છોકરીની હિંમતથી, નાઅમાનને ખાતરી થઈ કે, “કેવળ ઇસ્રાએલમાં દેવ છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી.” તેથી, તેણે એમ નક્કી કર્યું કે તે “હવે પછી યહોવાહ સિવાય બીજા કોઈ દેવને દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવશે નહિ.” (૨ રાજાઓ ૫:૧૫, ૧૭) યહોવાહે રીઅલી આ નાનકડી છોકરીને આશીર્વાદ આપ્યો. યહોવાહ તમારે માટે પણ એમ જ કરી શકે છે અને જરૂર કરશે.

૧૨. યહોવાહ વિષે વાત કરવા તમને કઈ રીતે હિંમત મળી શકે?

૧૨ તમે પણ જેનીફર અને લીઆહની જેમ જ કરી શકો. પીતર ઉત્તેજન આપે છે: “જો કોઈ તમારી પાસે જે આશા છે તે વિષે પ્રશ્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો.” (૧ પીતર ૩:૧૫, પ્રેમસંદેશ) તમે એ કઈ રીતે કરશો? પહેલી સદીમાંના ખ્રિસ્તી ભાઈ-બહેનો જેવા બનો. તેઓએ “પૂરેપૂરી હિંમતથી” બોલવા, યહોવાહને પ્રાર્થના કરી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૯) પછી, ગભરાયા વગર બીજાઓ સાથે યહોવાહ વિષે વાત કરો. કદાચ એના રીઝલ્ટથી તમને પોતાને નવાઈ લાગશે. આમ, તમે યહોવાહનું નામ રોશન કરીને, તેમના દિલને ખુશ કરશો.

તમે કઈ રીતે હિંમતથી બોલી શકો?

૧૩. અમુક યુવાનોએ કઈ રીતે યહોવાહ વિષે જણાવ્યું છે? (પાન ૨૦ અને ૨૧ પરના બૉક્સ જુઓ.)

૧૩ ઘણા યુવાનોએ સ્કૂલોમાં વિડિઓ દ્વારા યહોવાહ વિષે સારી રીતે જણાવ્યું છે. અમુક વખત સ્કૂલના પ્રોજેક્ટમાં એવી તક મળે છે, જેનાથી યહોવાહના નામની વાહ વાહ થઈ છે. ચાલો આપણે ૧૫ વર્ષની ઉંમરના બે છોકરાઓનો અનુભવ જોઈએ. ઇતિહાસના ક્લાસમાં તેઓને રીલીજિયન વિષે લખવાનો પ્રોજેક્ટ મળ્યો. તેઓએ યહોવાહના વીટનેસ વિષે લખવાનું નક્કી કર્યું. એ પ્રોજેક્ટમાં તેઓએ જીહોવાહ્ઝ વીટનેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગોડ્‌સ કિંગ્ડમ પુસ્તકનો સારો ઉપયોગ કર્યો. * તેઓએ ફક્ત પાંચ જ મિનિટ એ વિષે ટોક આપવાની હતી. પરંતુ, ૨૦ મિનિટ સુધી એની ચર્ચા કરવી પડી, કેમ કે ટીચર અને સ્ટુડન્ટ્‌સે તેઓને ઘણા પ્રશ્નો પૂછ્યા. એ દિવસ પછી પણ તેઓને યહોવાહના વીટનેસીસ વિષે ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા!

૧૪, ૧૫. (ક) શા માટે માણસની બીક ન રાખવી? (ખ) યહોવાહ વિષે કેમ બીજાઓને જણાવવું જોઈએ?

૧૪ આ અનુભવ બતાવે છે તેમ, યહોવાહ વિષે બીજાઓને કહેવાથી તેઓને ઘણો ફાયદો થાય છે. તેથી, યહોવાહ વિષે વાત કરવાનો કોઈ ડર ન રાખો. બાઇબલ કહે છે કે “માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર ભરોસો રાખે છે તે સહી-સલામત રહેશે.”—નીતિવચનો ૨૯:૨૫.

૧૫ અરે, તમારી પાસે તો હેપી લાઇફની ચાવી છે. એનાથી તમારા સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્‌સની લાઇફ પણ કાયમ માટે સુધરી શકે છે. (૧ તીમોથી ૪:૮) આપણને લાગે કે અમેરિકાના લોકો તો પૈસાને જ પૂજતા હોય છે. પરંતુ, એક સર્વે પ્રમાણે લગભગ પચાસ ટકા યુવાનો ધાર્મિક છે. તેમ જ, લગભગ ત્રીસ ટકા યુવાનો પોતાની લાઇફમાં ધર્મને ‘બહુ જ મહત્ત્વનો’ માને છે. બીજા દેશોમાં પણ એવા જ યુવાનો હોય શકે. તમારા ફ્રેન્ડ-સર્કલમાં પણ કોઈ હોય શકે, જેને બાઇબલ વિષે જાણવાની મજા આવે!

યુવાનો, યહોવાહના બેસ્ટ ફ્રેન્ડ બનો

૧૬. શા માટે યહોવાહ વિષે બીજાને જણાવવું જ પૂરતું નથી?

૧૬ યહોવાહનું નામ રોશન કરવામાં ફક્ત તેમના વિષે બીજાઓને કહેવું જ પૂરતું નથી. બાઇબલ જણાવે છે કે “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) એટલે કે તમે યહોવાહનું કહેવું એક કાને સાંભળીને બીજે કાને કાઢી ન નાખો. પણ યહોવાહ જે કહે છે એ પ્રમાણે કરો. યહોવાહના પ્યારનો અહેસાસ કરવા માટે તમે બીજું શું કરી શકો?

૧૭. તમે કઈ રીતે યહોવાહના બેસ્ટ ફ્રેન્ડ બની શકો?

૧૭ બાઇબલ વાંચો અને વૉચટાવરના પબ્લીકેશન વાંચો. આ રીતે તમે યહોવાહ વિષે વધારેને વધારે જાણતા રહો. વળી, તમે યહોવાહ વિષે જેટલું વધારે જાણો, એટલું તેમના વિષે વાતો કરવું સહેલું બનશે. ઈસુએ કહ્યું હતું: “સારૂં માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારૂં કાઢે છે, . . . કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે.” (લુક ૬:૪૫) સારી બાબતોથી દિલ ભરવા તમે બીજું શું કરી શકો? કદાચ તમે આ અઠવાડિયે મિટિંગોની સરસ તૈયારી કરી શકો. પછી, મિટિંગમાં દિલથી કોમેન્ટ આપી શકો. સૌથી બેસ્ટ તો એ કે તમે જે શીખો છો એ લાઇફમાં પ્રેક્ટિસ કરો.—ફિલિપી ૪:૯.

૧૮. ભલે તમને પ્રોબ્લમ આવે તોપણ, તમે શાની ગેરંટી રાખી શકો?

૧૮ યહોવાહનો પ્રેમ ફક્ત એક-બે પલનો જ નહિ, જીવનભરનો છે. ખરું કે યહોવાહના ફ્રેન્ડ તરીકે તમારા જીવનમાં પ્રોબ્લમ તો આવશે જ. પરંતુ, મુસાનો વિચાર કરો. બાઇબલ જણાવે છે કે “ઈશ્વર તરફથી ભવિષ્યમાં તેને જે મહાન બદલો મળવાનો હતો તે તરફ તેણે લક્ષ રાખ્યું.” (હિબ્રૂ ૧૧:૨૪-૨૬, IBSI) તમે સો ટકા ગેરંટી રાખી શકો કે યહોવાહ જે કહે છે એમ કરવાની તમારી મહેનત પાણીમાં નહિ જાય. રીઅલી, યહોવાહ “તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે” એને કદી પણ, હા કદી પણ ભૂલશે નહિ.—હેબ્રી ૬:૧૦.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના વીટનેસીસનું પુસ્તક.

^ યહોવાહના વીટનેસીસનું પુસ્તક.

તમને યાદ છે?

• તમને શા માટે લાગે છે કે યહોવાહ તમારી ખૂબ કદર કરે છે?

• કઈ રીતે અમુક યુવાનોએ યહોવાહ વિષે વાત કરી છે?

• તમે કઈ રીતે ફ્રેન્ડ-સર્કલમાં યહોવાહ વિષે વાત કરી શકો?

• કઈ રીતે તમે યહોવાહના બેસ્ટ ફ્રેન્ડ બની શકો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર બોક્સ/ચિત્રો]

બાળકો યહોવાહનું નામ રોશન કરે છે!

ચાલો આપણે જોઈએ કે નાના નાના બાળકો પણ સ્કૂલમાં યહોવાહ વિષે કેવી સરસ વાત કરી શકે છે.

દસ વર્ષની એમ્બરના ક્લાસમાં, નાત્ઝીઓએ યહુદીઓ પર કરેલા જુલમ વિષે વાંચવાના હતા. એમ્બરે આગળથી વિચાર કરી, અને પરપલ ટ્રાયંગલ્સ વિડિઓ પોતાની ટીચરને બતાવી. તેમને નવાઈ લાગી કે નાત્ઝીના રાજમાં યહોવાહના વીટનેસીસ પર પણ ઘણો જુલમ થયો હતો. ટીચરે આખા ક્લાસને એ વિડિઓ બતાવી.

એલેક્ષા ફક્ત આઠ વર્ષની હતી. તેણે પોતાના ક્લાસને એક સુંદર લેટરમાં સમજાવ્યું કે પોતે ક્રિસમસ પાર્ટીમાં નહિ આવે. એ લેટર વાંચીને એલેક્ષાની ટીચર બહુ જ ખુશ થઈ ગયા. તેમણે એલેક્ષાને જણાવ્યું કે તે પોતાના અને બીજા બે ક્લાસને એ લેટર વાંચી સંભળાવે! એલેક્ષાએ છેલ્લે જણાવ્યું કે “હું બીજાના ધર્મને માન આપું છું. અને હું ક્રિસમસમાં નથી માનતી, એ તમે સમજી શકો છો, માટે તમને ‘થેંક્યું’ કહું છું.”

પહેલા ધોરણમાં ભણતો એરીક બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક સ્કૂલે લઈ ગયો. એરીકે પોતાની ટીચરની પરમિશન માંગી કે આ બુક ક્લાસમાં બતાવી શકે કે કેમ. તેની ટીચરે કહ્યું કે “મારી પાસે એક આઇડિયા છે. તું એમાંથી એક સ્ટોરી ક્લાસમાં વાંચીશ?” એરીક તો રાજી રાજી થઈ ગયો. તેણે સ્ટોરી વાંચ્યા પછી પૂછ્યું કે, કોને કોને એ બુક જોઈએ છે? તેની ટીચરે એક બુક માંગી. સાથે સાથે બીજા સત્તર જણાએ પણ એ બુક માંગી! એરીકને આખી સ્કૂલમાં પ્રચાર કરવાની ખૂબ મજા આવે છે.

વીટની નવ વર્ષની છે. તેને જીહોવાહ્સ વીટનેસીસ ઍન્ડ એજ્યુકેશન * પુસ્તિકા ખૂબ ગમે છે. તે કહે છે કે “દર વર્ષે મારી મમ્મી આ પુસ્તિકા ટીચરને આપે છે. પણ આ વર્ષે મેં પોતે ટીચરને આપી. એ પુસ્તિકાને લીધે જ, મારી ટીચરે મને ‘અઠવાડિયાની બેસ્ટ સ્ટુડન્ટ’ તરીકે પસંદ કરી.”

[ફુટનોટ્‌સ]

^ બધા જ પ્રકાશનો યહોવાહના વીટનેસીસે બહાર પાડેલાં છે.

[પાન ૨૧ પર બોક્સ/ચિત્રો]

કઈ રીતે સ્કૂલમાં યહોવાહનું નામ રોશન કરશો?

સ્કૂલના રિપોર્ટ કે પ્રોજેક્ટ માટે અમુકે એવો વિષય પસંદ કર્યો, જેથી તેઓ યહોવાહ વિષે વાત કરી શકે

અમુક યુવાનોએ ક્લાસમાં ચર્ચા થવાની હોય, એ વિષય પર ટીચરને કોઈ વિડિઓ કે પ્રકાશન આપ્યા છે

ઘણી વાર રિસેસમાં યુવાનો બાઇબલ કે એનું લીટરેચર વાંચતા હોય ત્યારે, બીજા યુવાનોએ પ્રશ્નો પૂછ્યા છે

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહના બેસ્ટ ફ્રેન્ડ બનવા યુવાનોને સાથ આપો