સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજા માબાપ શું કહે છે

બીજા માબાપ શું કહે છે

બીજા માબાપ શું કહે છે

બાળકો તરુણ થાય છે ત્યારે માબાપ માટે નવી કસોટીઓ ઊભી થાય છે. જીવનનો આ તબક્કો કદાચ તરુણો માટે મૂંઝવણ ભર્યો હશે. માબાપ તરીકે તમારા માટે પણ અઘરો હોઈ શકે. તોપણ તમારા બાળકને કાબેલ બનવા કઈ રીતે મદદ કરી શકો? કેટલાક માબાપો શું કહે છે એની નોંધ કરો.

ફેરફારો

“મારો દીકરો નાનો હતો ત્યારે, તેને જે કહ્યું હોય એ માનતો. સામે સવાલ ન કરતો. પણ ટીનેજર થયા પછી તેને મારામાં પૂરો ભરોસો બેસતો નહિ. હું જે કહેતો અને જે રીતે કહેતો એના વિષે તે કાયમ સવાલ કરતો.”—કૅનેડાના ફ્રૅન્ક ભાઈ.

“મારો દીકરો પહેલાં જેટલી વાત કરતો નથી. તે મને કંઈ જણાવે એવી આશા હું રાખતી નથી. તેના વિચારો જાણવા મારે જ તેને પૂછવું પડે છે. તેની પાસેથી જવાબ મેળવવો સહેલું નથી અને જવાબ તરત મળતો નથી.”—ઑસ્ટ્રેલિયાના ફ્રાન્સિસા બહેન.

“ધીરજ રાખવી બહુ જરૂરી છે. પણ અમુક સમયે અમને બાળકો પર બહુ ગુસ્સો આવે છે. છતાં, શાંત મગજ રાખીને વાત કરવાથી સારું પરિણામ મળે છે.”—અમેરિકાના ફિલિશીઆ બહેન.

વાતચીત

“અમુક વાર મારી ટીનેજર દીકરીને કંઈ કહ્યું હોય તો, તરત જ પોતાનો બચાવ કરશે. કેટલીક વાર તેને લાગે છે કે જાણે વાતવાતમાં હું તેનો દોષ કાઢું છું. વારંવાર તેને યાદ અપાવું છું કે, ‘મને તું બહુ વહાલી છે! હું ચાહું છું કે તું કાબેલ બને.’”—અમેરિકાના લીસા બહેન.

“મારે એક દીકરો અને દીકરી છે. તેઓ ૧૬ અને ૧૪ વર્ષના હતા ત્યારે, મારી સાથે દિલ ખોલીને વાત કરતા. તેઓના વિચારો હું સહેલાઈથી જાણી શકતી. પણ હવે હું તેઓને સમજવાની કોશિશ કરું છું અને બંનેના વિચારોને માન આપું છું. આમ કરવાથી તેઓ પોતાના દિલની વાત જણાવે છે.”—કૉરિયાના નેન-હી બહેન.

“ટીનેજ બાળકોને અમુક બાબતોની મનાઈ કરવી જ પૂરતું નથી. પણ તેઓના દિલ સુધી પહોંચવા એ સમજાવવું પડે કે કેમ એ યોગ્ય નથી. તેઓ દિલ ખોલીને વાત કરે એ માટે ધ્યાનથી સાંભળવા તૈયાર રહેવું જોઈએ. પછી ભલેને એમાં એવી બાબતો પણ હોય જે આપણને પસંદ ન હોય.”—બ્રાઝિલની દાલીલા બહેન.

“મારે દીકરીને સુધારવા કંઈ કહેવું હોય તો, બધાની હાજરીમાં કહેતી નથી. પણ એકાંતમાં કહું છું.”—નાઇજીરિયાના ઍડના બહેન.

“મારા ૧૬ વર્ષના દીકરા સાથે વાત કરતી વખતે, ઘરના બીજા કામોને લીધે અમુક વાર મારું ધ્યાન ભટકી જાય છે. હું તેને પૂરું ધ્યાન નથી આપતી, એ તે પારખી શકે છે. એટલે જ તે મારી સાથે બહુ વાત કરતો નથી. તેની સાથે વાત કરું ત્યારે મારે વધારે ધ્યાન આપવું પડે છે, જેથી તે દિલ ખોલીને વાત કરી શકે.”—મેક્સિકોના મરિયમ બહેન.

છૂટછાટ

“મારા ટીનેજ બાળકોને છૂટછાટ આપતા હું ગભરાતો. એના લીધે અમારી વચ્ચે કોઈ વાર તકરાર થતી. હું તેઓ સાથે એ વિષે ખુલ્લા દિલે વાત કરતો કે છૂટ આપતા હું કેમ ગભરાવું છું. પછી તેઓ જણાવતા કે તેઓને કેમ થોડી છૂટછાટ જોઈએ છે. એ પછી અમે અમુક શરતો નક્કી કરી, જેથી તેઓને અમુક અંશે છૂટ મળે.”—ઘાનાના એડ્‌વીન ભાઈ.

“મારા દીકરાને મોટરબાઇક જોઈતી હતી. મને એ જરાય ન ગમ્યું. એટલે તેને ખખડાવ્યો અને બાઇક ન ખરીદે માટે વાંધાવચકા કાઢ્યા. અરે, તેને વાત કરવાનો પણ મોકો ન આપ્યો. એનાથી તે ગુસ્સે થઈ ગયો અને બાઇક લેવા જીદે ચઢ્યો. પછી, મેં બીજી રીત અપનાવી. દીકરાને બાઇક સંબંધી અલગ-અલગ બાબતો વિચારવા કહ્યું. જેમ કે, એના કેવા જોખમો રહેલા છે. કેટલી ખર્ચાળ છે. તેમ જ લાઇસન્સ અને ઇન્સ્યોરન્સનો કેટલો ખર્ચો થશે. તેને મંડળના અનુભવી ભાઈઓની સલાહ લેવાનું પણ ઉત્તેજન આપ્યું. મને સમજાયું કે મારા વિચારો દીકરા પર થોપી બેસાડવા ન જોઈએ. એને બદલે સારું થશે કે દીકરાને દિલ ખોલીને વાત કરવા ઉત્તેજન આપું. આ રીતે તેના દિલ સુધી પહોંચી શકી.”—કોરિયાના હૅયોન બહેન.

“અમારા ચાર બાળકો છે. તેઓની સાથે અમે અમુક શરતો નક્કી કરી હતી. ધીરે ધીરે અમે એમાં કેટલીક છૂટ આપતા. તેઓ જ્યાં સુધી દૂર ઉપયોગ ન કરે ત્યાં સુધી તેઓને વધુ છૂટ મળતી. આમ અમે તેઓને છૂટ મેળવવાની તક આપી હતી. તેઓને કહેતા કે, ‘અમારા કહેવા પ્રમાણે કરશો તો વધુ છૂટ મળશે. પણ જો તમે અમારો ભરોસો તોડશો, તો એનું પરિણામ ભોગવવું પડશે.’”—ફ્રાંસના ડૉરોટા બહેન.

“હું મારા ધોરણો સાથે કદી તડજોડ કરતી નહિ. બાળકો મારું કહેવું માને તો, હું ખુશીથી તેઓને થોડી છૂટ આપતી. દાખલા તરીકે, અમુક વખતે હું તેઓને થોડા મોડે સુધી બહાર ફરવાની છૂટ આપતી. જો તેઓ રજા વગર એકથી વધારે વાર મોડે સુધી બહાર રહે, તો તેઓ એનું પરિણામ ભોગવતા.”—કોરિયાના ઈલકાન બહેન.

“જો નોકરી પર વ્યક્તિ જવાબદાર હોય અને માલિકનું કહ્યું માને, તો તેને વધારે જવાબદારી મળે છે. એવી જ રીતે, મારો ૧૬ વર્ષનો દીકરો જોઈ શકે છે કે અમારું કહેવું માનીને જવાબદાર બનશે તો, ધીમે ધીમે તેને છૂટ આપીશું. તે એ પણ જાણે છે કે નોકરી પર વ્યક્તિ જવાબદારી ન નિભાવે તો, તેને સજા થાય છે. એ જ રીતે તે જવાબદાર નહિ બને તો, છૂટ ગુમાવશે.”—મેક્સિકોના રૉમોન ભાઈ. (g11-E 10)

[પાન ૨૨ પર બ્લર્બ]

“બાળકને સાચા માર્ગે ચાલવાનું શિક્ષણ આપ, જેથી તે જીવંતપર્યંત તે જ માર્ગ પકડી રાખે.”—નીતિવચનો ૨૨:૬, IBSI

[પાન ૨૩ પર બોક્સ/ચિત્રો]

કુટુંબનો પરિચય

“તરુણોના માબાપ હોવું અજોડ અનુભવ છે”

જોસફ: અમારી બે દીકરીઓ ૧૭ અને ૧૩ વર્ષની છે. મેં જોયું છે કે તેઓ વાત કરતી હોય ત્યારે, ધ્યાનથી સાંભળવું બહુ જરૂરી છે. હું મારી નબળાઈઓ તેઓથી છુપાવતો નથી. તેઓ વાત કરે ત્યારે હું માન આપું છું. એનાથી અમે દિલ ખોલીને વાત કરી શકીએ છીએ. મારું માનવું છે કે તરુણોના માબાપ હોવું અજોડ અનુભવ છે. બાઇબલમાંથી મળતા માર્ગદર્શનનો હું ઘણો આભારી છું.

લીશા: મેં જોયું છે કે અમારી મોટી દીકરી તરુણ થઈ ત્યારે તેને મારી વધારે જરૂર હતી. મને યાદ છે કે તેને સાંભળવામાં અને તેની જોડે વાતો કરવામાં હું વધુ સમય વિતાવતી. હું તેની હિંમત પણ બાંધતી. મારા પતિ અને હું અમારી દીકરીઓને દિલ ખોલીને વાત કરવા ઉત્તેજન આપતા. અમે તેઓની લાગણીઓને પણ માન આપતા. હું યાકૂબ ૧:૧૯ની આ સલાહ પાળવાનો પ્રયાસ કરતી: ‘સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમા થાવ.’

વિક્ટોરિયા: મારી મમ્મી મારી બેસ્ટ ફ્રેન્ડ છે! મારા માટે મમ્મી જેટલું પ્રેમાળ અને કાળજી રાખનાર કોઈ નથી. તે બધાની સાથે એવી જ રીતે વર્તે છે. હું દિલથી માનું છું કે મમ્મીને બીજાઓ પ્રત્યે હમદર્દી છે. હું મમ્મીને બહુ ચાહું છું!

ઓલિવ્યા: મારા પપ્પા કાળજી રાખનારા અને ઉદાર છે. અમારી પાસે થોડું હોય તોપણ તે બીજાઓને આપતા અચકાતા નથી. તેમને ખબર છે, ક્યારે ગંભીર રહેવું અને ક્યારે મજા કરવી. પપ્પા તરીકે તેમણે સુંદર ઉદાહરણ બેસાડ્યું છે. મારા પપ્પા બેસ્ટ છે!

“કંટાળી જવા સમય જ ક્યાં છે!”

સોની: અમારી દીકરીઓના જીવનમાં મુશ્કેલી આવે ત્યારે, એ હલ કરવા આખું કુટુંબ સાથે બેસીને વાત કરીએ છીએ. અમે દિલ ખોલીને વાત કરીએ છીએ અને બાઇબલ સિદ્ધાંતને આધારે નિર્ણય લઈએ છીએ. ઇનેસ અને હું ધ્યાન રાખીએ છીએ કે દીકરીઓ એવા દોસ્તો બનાવે, જેઓ યહોવાહ ઈશ્વરને દિલથી ભજતા હોય. અમારા મિત્રો તેઓના મિત્રો છે અને તેઓના મિત્રો અમારા.

ઇનેસ: અમે કુટુંબમાં ભેગા મળીને બધું કરીએ છીએ. યહોવાહના ભક્ત હોવાથી કુટુંબ તરીકે અને જાતે પણ બાઇબલ અભ્યાસ કરીએ છીએ. ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવીએ છીએ. કુદરતી આફતો વખતે અમે રાહત કામમાં ભાગ લઈએ છીએ. ઈશ્વરભક્તિ માટે વપરાતા હૉલના બાંધકામમાં અમે ભાગ લઈએ છીએ. અમે સાથે મળીને મનોરંજનનો આનંદ માણીએ છીએ. આ બધામાં અમે એટલા વ્યસ્ત છીએ કે કંટાળી જવા સમય જ ક્યાં છે!

કૅલ્સી: પપ્પા ધ્યાનથી મારું સાંભળે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કુટુંબ સાથે એની ચર્ચા કરે છે. મમ્મી મને મદદ કરવા અને વાત કરવા હંમેશા તૈયાર હોય છે.

સમન્થા: મમ્મી મને અજાણતા પણ બહુ વહાલ કરે છે અને મારી ખૂબ સંભાળ રાખે છે. મારું ધ્યાનથી સાંભળે છે. અમે પાક્કા દોસ્તો છીએ. હું અમારી દોસ્તી કદી પણ તોડીશ નહિ!

[ચિત્રો]

કામરા ફેમિલી: જોસફ, લીશા, વિક્ટોરિયા, ઓલિવ્યા અને ઇઝેબેલા

સેફતા કુટુંબ: કૅલ્સી, ઇનેસ, સોની અને સમન્થા

[પાન ૨૨ પર ચિત્ર]

માબાપ બાળકને અમુક અંશે છૂટ આપી શકે, પણ અમુક શરતો રાખવી જોઈએ