“પરમેશ્વર સાથે ચાલો” સંમેલનમાં જરૂર આવજો!
“પરમેશ્વર સાથે ચાલો” સંમેલનમાં જરૂર આવજો!
◼ આખી દુનિયામાં હજારો જગ્યાએ લાખો લોકો એ સંમેલનમાં જશે. કદાચ તમારા શહેરમાં આ ત્રણ દિવસનું સંમેલન શુક્રવારથી રવિવાર રાખવામાં આવ્યું હોય શકે.
મોટા ભાગે દરરોજ સવારે ૯:૩૦ વાગ્યે સંગીતથી પ્રોગ્રામ શરૂ થશે. શુક્રવારનો વિષય છે: ‘માર્ગ આ છે, તેના પર ચાલો.’ પછી, “યહોવાહ પાસેથી શીખવા ભેગા મળેલા” આવકાર આપતું પહેલું પ્રવચન હશે. જેઓ વર્ષોથી ઈશ્વરના માર્ગે ચાલે છે તેઓમાંના અમુકનું ઇન્ટર્વ્યૂં લેવામાં આવશે. પછી આ પ્રવચન હશે: “તમે કેવા છો એ સાબિત કરો” અને “દરરોજ ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલો.” પછી સવારનું છેલ્લું પ્રવચન આ વિષય પર હશે: “મુશ્કેલીઓમાં પરમેશ્વર સાથે ચાલો.”
શુક્રવાર બપોરે ત્રણ ભાગમાં આ વિષય પર પ્રવચન હશે: “હોશીઆની ભવિષ્યવાણી આપણને ઈશ્વરના માર્ગમાં ચાલવા મદદ કરે છે.” પછી આ વિષયો પર પ્રવચનો હશે: “દેવે જેને જોડ્યું છે એને જુદાં ન પાડો” અને “આપણી પવિત્ર સભાઓ માટે કદર બતાવો.” જેઓ ગુજરાતી નથી બોલતા તેઓને આપણે કેવી રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર આપી શકીએ? એ વિષે શુક્રવારે છેલ્લું પ્રવચન હશે: “સર્વ માટે શુભસંદેશો.”
શનિવારનો વિષય છે: “સમજુ માણસની જેમ જીવન જીવો.” શનિવાર સવારે ત્રણ ભાગમાં “પ્રચાર કાર્યમાં પ્રગતિ કરતા રહો” પ્રવચન હશે. જેઓ ગુજરાતી નથી બોલતા તેઓને આપણે કેવી રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબરી જણાવી શકીએ એના વિષે સૂચનો આપવામાં આવશે. શનિવાર સવારે મહત્ત્વનું છેલ્લું પ્રવચન હશે: “તમે યહોવાહને આપેલા વચન પ્રમાણે જીવો.” એ પ્રવચન પછી લાયક હોય તેઓ બાપ્તિસ્મા લઈ શકશે.
શનિવાર બપોરે આ ટૉક હશે: “ઠોકર ન ખાવ કે બીજાઓને ખવડાવો પણ નહિ” અને “આપણી પવિત્ર સભાઓ માટે કદર બતાવો.” એના પછી: “યહોવાહ આપણા પાળક છે,” “સમયનો સારો ઉપયોગ કરો” અને “સત્યનો પ્રકાશ આપતા માર્ગમાં ચાલો.” આ ત્રણેય પ્રવચનમાં ઉત્તેજન આપતા ઇન્ટર્વ્યૂં પણ છે. વિચારવા જેવી માહિતી શનિવાર બપોરના છેલ્લા પ્રવચનમાં આપવામાં આવશે: “જાગતા રહો”—આ દુનિયાનો અંત નજીક છે!”
રવિવાર સવારનો વિષય: “સત્યમાં ચાલતો રહે.” એમ કઈ રીતે કરી શકીએ? એ “યુવાનો—સચ્ચાઈના માર્ગમાં ચાલો” પ્રવચનમાં ચમકાવવામાં આવશે. ત્યાર પછી પાઊલના પ્રચાર કાર્ય વિષે ડ્રામા હશે. એ ડ્રામામાંથી આપણે શું શીખી શકીએ? એ પછીના પ્રવચનમાં જણાવવામાં આવશે. બપોર પછી, “પરમેશ્વર સાથે ચાલવાથી આવતા આશીર્વાદો” જાહેર પ્રવચન હશે.
આ સંમેલન ક્યાં રાખવામાં આવ્યું છે? એ જાણવું હોય તો તમારા શહેરમાં આવેલા યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાંથી વધારે માહિતી મેળવી શકશો. અથવા આ મૅગેઝિનના પાન પાંચ પર આપેલા કોઈ પણ નજીકના સરનામે લખો. (g04 6/8)