એ હવાની સાથે આવ્યું
એ હવાની સાથે આવ્યું
એક માણસ મુંબઇના રસ્તા પર ચાલતો બજારમાં જઈ રહ્યા હતા. એ સમયે હવાના ઝોકા એક કાગળ તેના પગ પાસે પડ્યો. એ ટ્રેક નં. ૩૬ હતું. એનું શિર્ષક છે, “નવી સદી—તમારા માટે શું લાવશે?” એ વિષયે તેમનું ધ્યાન ખેંચ્યું. તરત જ તેમણે એ ટ્રેક વાંચી નાખ્યું. તે માણસને એમાં રસ પડ્યો. આથી, તેણે એમાં આપેલા યહોવાહના સાક્ષીઓના સરનામાં પર લખીને બાઇબલ અને બાઇબલ આધારિત પ્રકાશનો મંગાવ્યાં.
જીવનમાં ઉમંગ જાગે એવા એ ટ્રેકમાં વિચારો હતા. એમાં સાદી રીતે જણાવવામાં આવ્યું હતું કે “બેઈમાની, અને સ્વાર્થના” કારણે બીમારી, ગરીબી અને યુદ્ધો આવે છે. જેનો અંત લાવવો માણસના હાથની વાત નથી. તેથી, નવી સદીમાં વિજ્ઞાન, ટૅક્નોલૉજી કે રાજકરણ પર ભરોસો રાખીને નવા યુગની આશા રાખવી નકામી છે.” ટ્રેકમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે બહું જ જલદી પરમેશ્વર પૃથ્વી પરની સર્વ દુષ્ટતાઓ દૂર કરશે.
પરમેશ્વરે બાઇબલમાં એના વિષે ઘણા વચનો આપ્યા છે. એ શું તમે જાણવા ઇચ્છો છો? લાખો લોકો યહોવાહના સાક્ષીઓ સાથે ઘેર બેઠાં અભ્યાસ કરે છે. અભ્યાસ માટે તેઓ બાઇબલ અધારિત દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકાનો ઉપયોગ કરે છે. આ પુસ્તિકામાં આવા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે: દેવ કોણ છે? પૃથ્વી માટે દેવનો શું હેતુ છે? દેવનું રાજ્ય શું છે? તમે કઈ રીતે તમારું કૌટુંબિક જીવન સુખી બનાવી શકો?
પરમેશ્વર નજીકનામાં શું કરવાના છે એ તમે જાણવા ઇચ્છતા હોવ તો, યહોવાહના સાક્ષીઓને તમારા ઘરે બોલાવો. તેઓ તમને ખુશીથી એ વિષે અને પરમેશ્વરના રાજ્ય વિષે વધારે માહિતી આપશે. તમે આ સાથેની કુપન ભરીને એના પર આપેલા અથવા આ સામયિકના પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખી શકો છો. (g 03 1/22)
□ દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકા વિષે મને વધારે માહિતી મોકલો.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).