સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલની શરૂઆતની હસ્તપ્રતોમાં, પ્રાચીન હિબ્રૂ મૂળાક્ષરો દ્વારા અનેક વાર ઈશ્વરનું નામ રજૂ કરવામાં આવ્યું છે

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

ઈશ્વરનું નામ

ઈશ્વરનું નામ

આજે, લાખો ને કરોડો લોકો ઈશ્વરને માનવાચક ખિતાબોથી બોલાવે છે. જેમ કે, પ્રભુ, પરમાત્મા, અલ્લાહ અથવા ભગવાન. જોકે, ઈશ્વરનું એક નામ છે. પણ શું આપણે એનો ઉપયોગ કરવો જોઈએ?

ઈશ્વરનું નામ શું છે?

લોકો શું કહે છે?

 

પોતાને ખ્રિસ્તીઓ તરીકે ઓળખાવતા ઘણા લોકો માને છે કે ઈશ્વરનું નામ ઈસુ છે. બીજા ઘણા દાવો કરે છે કે સર્વોચ્ચ ઈશ્વર તો એક જ છે, એટલે એમને નામ દઈને બોલાવવાની કોઈ જરૂર નથી. બીજા અમુકનું કહેવું છે કે ઈશ્વરનું નામ લેવું ઉચિત નથી.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

 

સર્વોચ્ચ ઈશ્વરનું નામ ઈસુ નથી, કારણ કે તે સર્વશક્તિમાન નથી. હકીકતમાં, ખુદ ઈસુએ પોતાના અનુયાયીઓને ઈશ્વરને આમ પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું: “પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.” (લુક ૧૧:૨) ઈસુએ પોતે ઈશ્વરને પ્રાર્થના કરી હતી: “હે પિતા, તમારું નામ મહિમાવાન કરો.”—યોહાન ૧૨:૨૮.

બાઇબલમાં ઈશ્વરે કહ્યું છે: “હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને . . . દઈશ નહિ.” (યશાયા ૪૨:૮) હિબ્રૂ ભાષાના ચાર મૂળાક્ષરો “યહવહ” પરથી ગુજરાતીમાં “યહોવા” નામ ભાષાંતર થયું છે. એ ચાર મૂળાક્ષરો ઈશ્વરના પવિત્ર નામને રજૂ કરે છે. એ નામ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં આશરે ૭,૦૦૦ વખત જોવા મળે છે. * એ બીજા કોઈ પણ ખિતાબો કે વ્યક્તિઓના નામ કરતાં વધારે વખત વપરાયું છે. ખિતાબો, જેમ કે “ઈશ્વર,” “સર્વોપરી,” અથવા “પ્રભુ.” વ્યક્તિના નામો, જેમ કે ઈબ્રાહીમ, મુસા અથવા દાઊદ.

બાઇબલમાં ક્યાંય એવું જણાવ્યું નથી કે ઈશ્વરના નામનો ઉપયોગ ન કરી શકાય, માનપૂર્વક પણ નહિ. એના બદલે એ તો જણાવે છે કે, અગાઉના ઈશ્વરભક્તો વિના સંકોચે ઈશ્વરના નામનો ઉપયોગ કરતા હતા. તેઓ ઈશ્વરના નામ પરથી પોતાનાં બાળકોનું નામ પાડતા. જેમ કે એલિયા, જેનો અર્થ થાય, “યહોવા મારો ઈશ્વર છે” અને ઝખાર્યા, જેનો મતલબ થાય, “યહોવાએ યાદ કર્યા.” તેઓ રોજબરોજની વાતચીતમાં પણ ઈશ્વરના નામનો ઉપયોગ કરતા.—રૂથ ૨:૪.

ઈશ્વર ચાહે છે કે આપણે તેમના નામનો ઉપયોગ કરીએ. આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે કે “યહોવાનો આભાર માનો, તેના નામને વિનંતી કરો.” (ગીતશાસ્ત્ર ૧૦૫:૧) ઈશ્વર તો એ દરેક પર રહેમનજર રાખે છે, જે ‘તેમના નામનું ચિંતન કરે છે.’—માલાખી ૩:૧૬.

“જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવા છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છે.”—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

ઈશ્વરના નામનો અર્થ શો છે?

અમુક નિષ્ણાતોનું માનવું છે કે, હિબ્રૂ ભાષામાં યહોવા નામનો અર્થ થાય, “તે શક્ય બનાવે છે.” એ બતાવે છે કે પોતાનો હેતુ પાર પાડવા ઈશ્વર પોતાને અથવા પોતે રચેલી સૃષ્ટિને કંઈ પણ બનાવી શકે છે. ફક્ત ઈશ્વર જ એ નામ પ્રમાણે કામ કરી શકે છે.

તમારા માટે એનો શો અર્થ થાય?

 

ઈશ્વરનું નામ જાણીને તેમના વિશેના તમારા વિચારો બદલાશે. તમે સહેલાઈથી તેમની સાથે મિત્રતા બાંધી શકશો. એમ પણ, જો તમે વ્યક્તિનું નામ જ ન જાણતા હો, તો દોસ્તી કઈ રીતે કરી શકો? જરા વિચારો, ઈશ્વરે પોતાનું નામ આપણી આગળ જાહેર કર્યું છે. એ જ બતાવે છે કે આપણે તેમના દોસ્ત બનીએ એવી તેમની ઇચ્છા છે.—યાકૂબ ૪:૮.

તમે ખાતરી રાખી શકો કે ઈશ્વર યહોવા હંમેશાં પોતાના નામ પ્રમાણે કામ કરશે. તે કોઈ પણ કાળે પોતાનાં વચનો પૂરાં કરશે. એટલે જ બાઇબલમાં જણાવ્યું છે: “તારું નામ જાણનારા તારા પર ભરોસો રાખશે.” (ગીતશાસ્ત્ર ૯:૧૦) તમે ઈશ્વર યહોવા વિશે શીખતા જશો તેમ, જોઈ શકશો કે તેમનું નામ તેમના અજોડ ગુણો સાથે જોડાયેલું છે. જેમ કે, પ્રેમ, દયા, કરુણા અને ન્યાય. (નિર્ગમન ૩૪:૫-૭) એ જાણીને કેટલી રાહત મળે છે કે ઈશ્વર યહોવા પોતાનાં વચનો પૂરાં કરશે અને હંમેશાં પોતાના અદ્ભુત ગુણો પ્રમાણે કામ કરશે!

સ્પષ્ટ છે કે, સર્વશક્તિમાન ઈશ્વરને તેમના નામથી ઓળખવા એક લહાવો છે. તેમનું નામ જાણીને હાલમાં અને ભાવિમાં આશીર્વાદ મેળવવાનું દ્વાર ખૂલી ગયું છે. ઈશ્વરે વચન આપ્યું છે: ‘હું તેને બચાવીશ કેમ કે તેણે મારું નામ જાણ્યું છે.’—ગીતશાસ્ત્ર ૯૧:૧૪.

‘જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે, તેનો બચાવ થશે.’—યોએલ ૨:૩૨.

અલગ અલગ ભાષાઓમાં ઈશ્વરનું નામ

^ ફકરો. 9 ઘણા બાઇબલ ભાષાંતરોમાં ઈશ્વરનું નામ કાઢીને મોટા અક્ષરોમાં “પ્રભુ” લખવામાં આવ્યું છે. બીજા કેટલાંક ભાષાંતરોમાં અમુક જ કલમોમાં અથવા ફૂટનોટમાં ઈશ્વરનું નામ જોવા મળે છે. જ્યારે કે, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલ ભાષાંતરમાં ઈશ્વરના નામનો સૌથી વધુ વખત ઉપયોગ થયો છે.