શું ખુદાની કિતાબમાં ઇન્સાને ફેરફાર કર્યા છે?
કેટલાક લોકોને લાગે છે કે ઇન્સાને ખુદાનો પયગામ બદલી નાખ્યો છે. સદીઓ પહેલાં યશાયા નબીએ કહ્યું હતું, ‘ખુદાનું વચન હંમેશાં ટકી રહે છે.’ (યશાયા ૪૦:૮) આપણે કઈ રીતે યકીન રાખી શકીએ કે ખુદાનો પયગામ એવો ને એવો જ છે, એમાં કોઈ છેડછાડ નથી થઈ.
ખુદા પાસે એટલી તાકાત છે કે તે પોતાનો પયગામ સલામત રાખી શકે છે. પહેલાંના સમયમાં ખુદાના પયગામની નકલ ઉતારવામાં નબીઓ ખૂબ ધ્યાન રાખતા. નકલ ઉતાર્યા પછી તેઓ એનો એકેએક અક્ષર ગણતા. તેઓ પાક્કી ખાતરી કરતા કે એમાં કંઈ બદલાઈ, ઉમેરાઈ કે રહી નથી ગયું. નબીઓ પણ ઇન્સાન છે. એટલે તેઓથી પણ નાની-સૂની ભૂલ થઈ હોય શકે.
શું આજની કિતાબમાં ખુદાનો પયગામ છે?
આજે ખુદાની કિતાબની હજારો નકલો જોવા મળે છે. જો એક નકલમાં કોઈ ભૂલ દેખાય તો એને બીજી નકલ સાથે સરખાવવામાં આવે છે. એનાથી પારખી શકાય કે ભૂલ ક્યાં થઈ છે. વધુ જાણવા અમારી અંગ્રેજી વેબસાઇટ jw.org પર આ લેખ જુઓ: “હૅઝ ધ બાઇબલ બીન ચેન્જ્ડ ઓર ટૅમ્પર્ડ વીથ?”
દાખલા તરીકે, ૧૯૪૭માં મૃત સરોવર પાસે આવેલી એક ગુફામાંથી પ્રાચીન વીંટાઓ મળી આવ્યા. એ બે હજાર વર્ષ કરતાં વધારે જૂના હતા. એમાં ખુદાની કિતાબનાં અમુક લખાણો હતાં. વિદ્વાનોએ એ લખાણોને ખુદાની કિતાબ સાથે સરખાવ્યાં ત્યારે શું જોવા મળ્યું?
તેઓને બારીકીથી તપાસ કરતા જોવા મળ્યું કે એ બંને લખાણો સરખાં છે. * એટલે આપણે યકીન રાખી શકીએ કે ખુદાએ પોતાનો પયગામ મહેફૂઝ રાખ્યો છે અને આપણા સુધી પહોંચાડ્યો છે.
ખુદાની કિતાબ વાંચતી વખતે આપણે યકીન કરી શકીએ કે એ પયગામ ખુદા પાસેથી છે. હવે ચાલો જોઈએ કે નબીઓ પાસેથી ખુદા વિશે શું શીખી શકીએ?
^ ફકરો. 7 ગીસા વર્મીસનું પુસ્તક ધ કમ્પ્લીટ ડેડ સી સ્ક્રોલ્સ ઈન ઇંગ્લિશ પાન ૧૬.