આપણે ખુદા પાસેથી કાયમ બરકત મેળવી શકીએ
દુનિયામાં લડાઈ-ઝઘડા અને યુદ્ધો ન થાય તો કેટલું સારું!
દુઃખ-તકલીફો કે બીમારીઓ કે મોત ન આવે તો કેટલું સારું!
આપણને કશાની પરેશાની ન હોય તો કેટલું સારું!
કુદરતી આફતોથી દુનિયામાં તબાહી ન થાય તો કેટલું સારું!
આ ખૂબસૂરત દુનિયાના માલિક આપણને ખૂબ પ્યાર કરે છે. તેમણે આપણને વાયદો કર્યો છે કે આપણે આ ધરતી પર હંમેશાં અમન-ચેનથી રહીશું. ખુદા જલદી જ એ વાયદા હકીકતમાં પૂરા કરશે.
આ અંકમાં તમને આવા સવાલોના જવાબ મળશે:
શું ખુદાને ઇન્સાનની પરવા છે?
ખુદાની કિતાબમાં આપણા માટ કયો પયગામ છે?
નબીઓ ખુદાના વાયદાઓ વિશે શું જણાવે છે?
આજે અને ભાવિમાં ખુદાની બરકત મેળવવા શું કરવું જોઈએ?
ચાલો ખુદાએ બનાવેલી ચીજો પર ધ્યાન આપીએ. એનાથી જોવા મળશે કે તે આપણને કેટલો પ્યાર કરે છે.