‘નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે’
આપણામાંથી મોટાભાગના લોકોએ અન્યાય અને નિર્દોષ વ્યક્તિઓ પર થતો અત્યાચાર જોયો છે. શું એવો કોઈ સમય આવશે, જ્યારે અન્યાય અને દુષ્ટતા હશે જ નહિ?
પવિત્ર શાસ્ત્રમાં ગીતશાસ્ત્રનો ૩૭મો અધ્યાય એનો જવાબ આપે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે. નોંધ લો, નીચેના મહત્ત્વના સવાલોના એ કેવા જવાબ આપે છે.
લોકો આપણને હેરાન કરે ત્યારે આપણે શું કરવું જોઈએ?—કલમ ૧, ૨.
દુષ્ટોનું શું થશે?—કલમ ૧૦.
હવે આપણે શું કરવું જોઈએ?—કલમ ૩૪.
ગીતશાસ્ત્ર ૩૭ના શબ્દો ‘યહોવાની વાટ જોનાર, તેમને માર્ગે ચાલનાર’ લોકો માટે સારા ભાવિની આશા આપે છે. એ વિશે પવિત્ર શાસ્ત્રમાંથી શીખવા યહોવાના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. વધુમાં, તેઓ શીખવશે કે તમે કઈ રીતે પોતાનું અને તમારાં સ્નેહીજનોનું ભાવિ ઉજ્જવળ બનાવી શકો.