શું ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે?
તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો ત્યારે શું તમને લાગે છે કે તે તમારું સાંભળે છે?
પવિત્ર શાસ્ત્ર શું જણાવે છે?
ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે. પવિત્ર શાસ્ત્ર ખાતરી આપે છે કે, ‘જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. યહોવા તેઓનો પોકાર પણ સાંભળશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯.
ઈશ્વર ચાહે છે કે આપણે તેમને પ્રાર્થના કરીએ. પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરે આમ લખાવ્યું છે: “કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે આભાર માનતા, તમારી અરજો ઈશ્વરને જણાવો.”—ફિલિપીઓ ૪:૬.
ઈશ્વરને આપણી ચિંતા છે. ઈશ્વર આપણી ચિંતાઓ અને મુશ્કેલીઓથી જરાય અજાણ નથી. તે આપણને મદદ કરવા ચાહે છે. પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: “તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.