સાચી માહિતી તમારું જીવન બદલી શકે છે
ઈશ્વરે તમારા માટે ‘હંમેશ માટેના જીવનનો’ આશીર્વાદ રાખ્યો છે. તે પોતાનું વચન નિભાવે છે.—યોહાન ૩:૧૬.
એ આશીર્વાદ મેળવવા તમે શું કરશો?
ઈશ્વરે શાસ્ત્રમાં આપેલી સાચી માહિતી જાણો.—યોહાન ૧૭:૩, ૧૭.
ઈશ્વરના કહ્યા પ્રમાણે જીવવાનું પસંદ કરો.—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦.
ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે જીવો, એમાં જ તમારું ભલું છે.—યાકૂબ ૧:૨૫.
દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓએ બાઇબલમાંથી સાચી માહિતી મેળવી છે. એનાથી તેઓને ઘણો ફાયદો થયો છે. તેઓ જે શીખ્યા છે, એ તમને શીખવવામાં તેઓને ખુશી થશે.
બાઇબલમાંથી વધારે જાણવા દુઃખ જશે, સુખ આવશે ચોપડી જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડી અને www.jw.org વેબસાઇટ ઉપર પ્રાપ્ય છે.