સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ માટે સૂચન

તમારું દિલ તૈયાર કરો

તમારું દિલ તૈયાર કરો

જ્યારે બાઇબલમાંથી યહોવા વિશે શીખવા બેસીએ છીએ, ત્યારે ચાહીએ છીએ કે એ આપણાં વિચારો, લાગણીઓ અને ઇચ્છાઓને અસર કરે. આપણે એઝરા પાસેથી શીખી શકીએ, જેમણે ‘યહોવાના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવા પોતાનું દિલ તૈયાર કર્યું હતું.’ (એઝ. ૭:૧૦) આપણે કઈ રીતે પોતાનું દિલ તૈયાર કરી શકીએ?

પ્રાર્થના કરો. અભ્યાસ કરતા પહેલાં પ્રાર્થના કરો. યહોવા પાસે મદદ માંગો કે એ માહિતી સમજવા અને જીવનમાં લાગુ પાડવા મદદ કરે.—ગીત. ૧૧૯:૧૮, ૩૪.

નમ્ર બનો. ઘમંડી લોકો પોતાની અક્કલ પર આધાર રાખે છે. એટલે ઈશ્વર તેઓથી પોતાનું સત્ય સંતાડી રાખે છે. (લૂક ૧૦:૨૧) તમે કેટલું જાણો છો એનો દેખાડો કરવા સંશોધન ન કરો. જો ખ્યાલ આવે કે વિચારોમાં ફેરફાર કરવાની જરૂર છે, તો નમ્ર બનો અને ફેરફાર કરો.

રાજ્યગીતો સાંભળો. સંગીતમાં ઘણી તાકાત હોય છે, એ આપણી લાગણીઓને અસર કરે છે. જો અભ્યાસ પહેલાં ગીત સાંભળીશું, તો યહોવા પર ધ્યાન આપી શકીશું અને પોતાનું દિલ તૈયાર કરી શકીશું.