અભ્યાસ માટે સૂચન
“નવું નજરાણું” વિભાગનો કઈ રીતે ઉપયોગ કરવો?
નવા લેખો અને વીડિયો JW લાઇબ્રેરી અને jw.org પર “નવું નજરાણું” વિભાગમાં આવે છે. નવામાં નવી માહિતીથી જાણકાર રહેવા તમે કઈ રીતે આ વિભાગનો ઉપયોગ કરી શકો?
JW લાઇબ્રેરી
કોઈ નવો લેખ બહાર પડે તો એની આખેઆખી શૃંખલાને અપડેટ કરવામાં આવે છે. એટલે “નવું નજરાણું” વિભાગમાં કોઈ શૃંખલા અપડેટ કરવાની દેખાય તો એને ડાઉનલોડ કરો. એ શૃંખલા પર ક્લિક કર્યા પછી તમને નવો લેખ સૌથી ઉપર દેખાશે, કેમ કે આ લેખો તારીખ પ્રમાણે ગોઠવેલા હોય છે.
મૅગેઝિન જેવા મોટા સાહિત્ય કદાચ એક વારમાં ન વંચાય. એવા સાહિત્યને તમે “ફેવરિટ” કરી શકો. આમ, એ સાહિત્યને ફરી શોધવું સહેલું થઈ જશે અને તમે બાકીનું વાંચન પૂરું કરી શકશો. વંચાઈ જાય પછી તમે એ સાહિત્યને “ફેવરિટ” વિભાગમાંથી કાઢી શકો.
JW.ORG
અમુક માહિતી, જેમ કે સમાચારો અથવા જાહેરાતો ફક્ત jw.org પર આવે છે, JW લાઇબ્રેરી પર નહિ. એટલે નવા લેખો વાંચવા નિયમિત રીતે વેબસાઇટ પર “નવું નજરાણું” વિભાગ જોતા રહો.