અભ્યાસ માટે સૂચન
“ભક્તિ-ગીતો” મોઢે કરો
“જ્યારે હું ખૂબ નિરાશ હોઉં છું, ત્યારે JW બ્રૉડકાસ્ટિંગનાં ગીતો દ્વારા યહોવા મને હિંમત આપે છે.”—લોરેન, યુ.એસ.એ.
ખ્રિસ્તીઓએ હંમેશાં “ભક્તિ-ગીતો” ગાઈને યહોવાની સ્તુતિ કરી છે. (કોલો. ૩:૧૬) જો તમે એ ગીતો મોઢે કરેલાં હશે, તો એનાથી ઘણો ફાયદો થશે. જ્યારે તમારી પાસે ગીત પુસ્તક, ફોન કે ટેબ્લેટ નહિ હોય, ત્યારે પણ મદદ મળશે. ગીતો યાદ રાખવા નીચે આપેલાં સૂચનો અજમાવો.
ગીતનો અર્થ સમજવા એના શબ્દો ધ્યાનથી વાંચો. જ્યારે કોઈ માહિતી સારી રીતે સમજીએ છીએ, ત્યારે એ યાદ રાખવી સહેલી બને છે. અમુક ભાષામાં આપણાં બધાં જ ગીતોના શબ્દો jw.org પર પ્રાપ્ય છે. બ્રૉડકાસ્ટિંગનાં ગીતો અને બાળકોનાં ગીતોના પણ શબ્દો પ્રાપ્ય છે. એ માટે “લાઇબ્રેરી” વિભાગમાં “સંગીત” ભાગમાં જાઓ.
ગીતના શબ્દો હાથથી લખો. એમ કરશો તો ગીતના શબ્દો તમારા મનમાં છપાઈ જશે.—પુન. ૧૭:૧૮.
મોટેથી પ્રૅક્ટિસ કરો. ગીતને વારંવાર વાંચો અથવા ગાઓ.
જુઓ કે કેટલું યાદ રહ્યું. જોયા વગર ગીતના શબ્દો યાદ કરવાની કોશિશ કરો અને પછી જુઓ કે તમને કેટલું યાદ રહ્યું.