વાચકો માટે નોંધ
વહાલા મિત્ર,
ચોકીબુરજના આ અંકમાં આપણે પાંચ લેખો જોઈશું, જે એકબીજા સાથે જોડાયેલા છે.
પહેલા લેખમાં જોઈશું કે માણસજાત પાપ સામે લડી શકે એ માટે યહોવાએ કઈ ગોઠવણ કરી છે.
બીજા લેખમાં જોઈશું કે યહોવાએ કઈ રીતે શીખવ્યું છે કે સાચો પસ્તાવો કોને કહેવાય. એ પણ જોઈશું કે યહોવા પાપ કરનારાઓને કઈ રીતે પસ્તાવો કરવા મદદ કરે છે.
ત્રીજા લેખમાં જોઈશું કે કોરીંથ મંડળના એક ભાઈએ ગંભીર પાપ કર્યું અને પસ્તાવો ન કર્યો ત્યારે, એ સંજોગને હાથ ધરવા યહોવાએ કયું માર્ગદર્શન આપ્યું.
ચોથા લેખમાં જોઈશું કે આજે કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે ત્યારે, વડીલો કઈ રીતે એને હાથ ધરે છે.
પાંચમા લેખમાં જોઈશું કે જ્યારે કોઈ વ્યક્તિ પસ્તાવો નથી કરતી અને તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે, ત્યારે વડીલો અને ભાઈ-બહેનો કઈ રીતે તેને પ્રેમ અને દયા બતાવી શકે.