સભાશિક્ષક ૩:૧-૨૨
૩ દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે,પૃથ્વી પર દરેક કામ માટે એક યોગ્ય સમય છે:
૨ જન્મનો સમય અને મરણનો સમય.રોપવાનો સમય અને ઉખેડી નાખવાનો સમય.
૩ મારી નાખવાનો સમય અને બચાવવાનો* સમય.તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.
૪ રડવાનો સમય અને હસવાનો સમય.શોક કરવાનો સમય અને ખુશીથી નાચી ઊઠવાનો સમય.
૫ પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો ભેગા કરવાનો સમય.
ભેટવાનો સમય અને ભેટવાથી દૂર રહેવાનો સમય.
૬ શોધવાનો સમય અને ખોવાઈ ગયું છે એવું માની લેવાનો સમય.રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય.
૭ ફાડવાનો સમય+ અને સીવવાનો સમય.ચૂપ રહેવાનો સમય+ અને બોલવાનો સમય.+
૮ પ્રેમ કરવાનો સમય અને નફરત કરવાનો સમય.+યુદ્ધનો સમય અને શાંતિનો સમય.
૯ મજૂરને કાળી મજૂરી કરીને શું મળે છે?+
૧૦ મેં જોયું કે ઈશ્વરે સોંપેલાં કામોમાં મનુષ્ય ડૂબેલો રહે છે.
૧૧ ઈશ્વરે દરેક વસ્તુ એ રીતે રચી છે, જે એના સમયે સુંદર* લાગે.+ તેમણે મનુષ્યના દિલમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. છતાં, સાચા ઈશ્વરે કરેલાં કામોને મનુષ્ય ક્યારેય પૂરી રીતે* જાણી નહિ શકે.
૧૨ આખરે, હું એ તારણ પર આવ્યો કે મનુષ્ય માટે આના સિવાય બીજું કશું જ સારું નથી: તે જીવનમાં મોજમજા કરે, ભલાઈ કરે,+
૧૩ ખાય-પીએ અને સખત મહેનતથી જે મેળવ્યું હોય એમાં આનંદ કરે. એ તો ઈશ્વર તરફથી ભેટ છે.+
૧૪ હું સમજી ગયો છું કે સાચા ઈશ્વરે દરેક વસ્તુ કાયમ ટકે એવી બનાવી છે. એમાં ન કંઈ ઉમેરી શકાય, ન કંઈ ઘટાડી શકાય. સાચા ઈશ્વરે બધું એ રીતે રચ્યું છે, જેથી લોકો તેમનો ડર* રાખે.+
૧૫ જે થઈ રહ્યું છે, એ અગાઉ થઈ ચૂક્યું છે. જે થવાનું છે, એ પણ અગાઉ થઈ ચૂક્યું છે.+ મનુષ્યો જેની પાછળ દોડે છે,* એને સાચા ઈશ્વર શોધી કાઢે છે.
૧૬ મેં પૃથ્વી પર આવું પણ જોયું છે: ન્યાયને બદલે દુષ્ટતા અને નેકીને* બદલે બૂરાઈ કરવામાં આવે છે.+
૧૭ મેં મનમાં વિચાર્યું: “સાચા ઈશ્વર જરૂર નેક અને દુષ્ટ માણસનો ન્યાય કરશે,+ કેમ કે દરેક કામ કરવા અને પગલાં ભરવા યોગ્ય સમય હોય છે.”
૧૮ મેં વિચાર્યું કે સાચા ઈશ્વર માણસની પરીક્ષા કરશે અને તેને બતાવશે કે માણસ તો જાનવર જેવો જ છે.
૧૯ છેવટે તો માણસનું પણ એ જ થાય છે,* જે જાનવરનું થાય છે. બધાના એકસરખા હાલ થાય છે.+ જેમ જાનવર મરે છે, તેમ માણસ પણ મરે છે. તેઓમાં એક જેવો જ જીવનનો શ્વાસ* છે.+ એટલે માણસ જાનવર કરતાં ચઢિયાતો નથી. બધું જ નકામું છે.
૨૦ તેઓ બધા એક જ જગ્યાએ જાય છે.+ તેઓ માટીમાંથી આવ્યા હતા+ અને પાછા માટીમાં ભળી જાય છે.+
૨૧ કોને ખબર કે મર્યા પછી માણસની જીવન-શક્તિ* ઉપર જાય છે અને જાનવરની નીચે ધરતીમાં?+
૨૨ મને ખ્યાલ આવ્યો કે માણસ પોતાના કામથી ખુશી મેળવે એ કરતાં વધારે સારું બીજું કંઈ નથી.+ એ જ તેનું ઇનામ છે. તેના ગયા પછી શું થશે એ તેને કોણ જણાવી શકે?+
ફૂટનોટ
^ મૂળ, “સાજા કરવાનો.”
^ અથવા, “યોગ્ય; ગોઠવેલું; બરાબર.”
^ મૂળ, “શરૂઆતથી તે અંત સુધી.”
^ શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.
^ અથવા કદાચ, “જે વીતી ગયું છે.”
^ અથવા, “ન્યાયીપણાને.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ અથવા, “પરિણામ આવે છે.”
^ શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
^ શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.