યશાયા ૬:૧-૧૩

  • યહોવાના મંદિરમાં તેમનું દર્શન (૧-૪)

    • ‘પવિત્ર, પવિત્ર, પવિત્ર છે યહોવા!’ ()

  • યશાયાના હોઠ શુદ્ધ કરાયા (૫-૭)

  • યશાયાને કામ સોંપાયું (૮-૧૦)

    • “હું જઈશ! મને મોકલો!” ()

  • “હે યહોવા, એવું ક્યાં સુધી રહેશે?” (૧૧-૧૩)

 ઉઝ્ઝિયા રાજાનું મરણ થયું+ એ વર્ષે મેં એક દર્શન જોયું. મેં યહોવાને ભવ્ય અને ઊંચા રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ તેમના લાંબા ઝભ્ભાથી આખું મંદિર ભરાઈ ગયું હતું. ૨  તેમની આસપાસ સરાફો* ઊભા હતા. એ દરેકને છ પાંખો હતી. તેઓ બે પાંખોથી મોં ઢાંકતા, બે પાંખોથી પગ ઢાંકતા અને બે પાંખોથી ઊડતા.  ૩  તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!+ તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરાઈ ગઈ છે.” ૪  તેઓના પોકારથી મંદિરની બારસાખો કાંપવા લાગી અને આખું મંદિર ધુમાડાથી ભરાઈ ગયું.+  ૫  મેં કહ્યું: “મને અફસોસ! હું ચોક્કસ માર્યો જઈશ,કેમ કે મારા મોંમાંથી અશુદ્ધ વાતો નીકળે છે. હું જે લોકો વચ્ચે રહું છું, તેઓનાં મોંમાંથી પણ અશુદ્ધ વાતો નીકળે છે.+ મેં રાજાને, સૈન્યોના ઈશ્વર યહોવાને નજરોનજર જોયા છે!” ૬  એક સરાફ ઊડીને મારી પાસે આવ્યો. તેના હાથમાં સળગતો અંગારો હતો,+ જે તેણે ચીપિયા વડે વેદી* પરથી લીધો હતો.+ ૭  તેણે મારા હોઠે એ અંગારો અડાડ્યો અને કહ્યું: “જો, મેં આ તારા હોઠને અડાડ્યો છે. તારા અપરાધો દૂર થયા છેઅને ઈશ્વરે તારાં પાપ માફ કર્યાં છે.” ૮  મેં યહોવાને આમ કહેતા સાંભળ્યા: “હું કોને મોકલું? આપણા માટે કોણ જશે?”+ મેં કહ્યું: “હું જઈશ! મને મોકલો!”+  ૯  તેમણે જવાબ આપ્યો: “જા, મારા લોકોને કહે,‘તમે અનેક વાર સાંભળશો,પણ કંઈ સમજશો નહિ. તમે અનેક વાર જોશો,પણ તમને કંઈ સૂઝશે નહિ.’+ ૧૦  તેઓનાં હૃદય કઠણ કરી દે,+તેઓના કાન બહેરા કરી નાખ+અને તેઓની આંખો બંધ કરી દે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ,કાનથી સાંભળે નહિ,હૃદયથી સમજે નહિઅને પાછા ફરે નહિ કે તેઓ સાજા થાય.”+ ૧૧  મેં પૂછ્યું: “હે યહોવા, એવું ક્યાં સુધી રહેશે?” તેમણે જવાબ આપ્યો: “શહેરો વસ્તી વગરનાં થઈને જમીનદોસ્ત થાય,ત્યાંનાં ઘરોમાં કોઈ વસે નહિઅને આખો દેશ ખંડેર અને ઉજ્જડ થાય ત્યાં સુધી.+ ૧૨  યહોવા માણસોને નસાડી મૂકે+અને દેશ એકદમ ઉજ્જડ થઈ જાય ત્યાં સુધી. ૧૩  “પણ દેશનો દસમો ભાગ રહી જશે. એને ફરીથી બાળી નાખવામાં આવશે. જેમ મોટું અને ઘટાદાર વૃક્ષ* કાપ્યા પછી એનું થડ બચે છે, તેમ પવિત્ર વંશ દેશમાં થડની જેમ રહી જશે.”

ફૂટનોટ

અંગ્રેજી, ઓક. એક પ્રકારનું મોટું વૃક્ષ.