યશાયા ૧૨:૧-૬
૧૨ એ દિવસે તમે ચોક્કસ કહેશો:
“હે યહોવા, અમે તમારો અહેસાન માનીએ છીએ!
ખરું કે તમે અમારાથી ગુસ્સે હતા,પણ ધીમે ધીમે તમારો ગુસ્સો ઠંડો પડ્યો અને તમે અમને દિલાસો આપ્યો.+
૨ જુઓ! ઈશ્વર અમને છોડાવનાર છે.+
અમે તેમના પર પૂરો ભરોસો રાખીશું અને કશાથી ડરીશું નહિ,+યહોવા ઈશ્વર, હા, યાહ* અમારી શક્તિ અને અમારું બળ છે,તે અમારો ઉદ્ધાર કરનાર બન્યા છે.”+
૩ ઉદ્ધાર લાવનાર ઝરાઓમાંથી+તમે ખુશીથી પાણી ભરશો.
૪ એ દિવસે તમે કહેશો:
“યહોવાનો આભાર માનો, તેમના નામનો પોકાર કરો,લોકોમાં તેમનાં કામો જાહેર કરો!+
જાહેર કરો કે તેમનું નામ કેટલું મહાન છે!+
૫ યહોવાનો જયજયકાર કરો,*+ તેમણે મોટાં મોટાં કામો કર્યાં છે.+
આખી ધરતી પર એ જાહેર કરો.
૬ હે સિયોનમાં રહેનારાઓ,* ખુશીથી પોકારી ઊઠો!
ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર મહાન છે અને તે તમારી વચ્ચે છે.”
ફૂટનોટ
^ યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
^ અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડો.”
^ મૂળ, “રહેનારીઓ,” ત્યાંના લોકોનું સંબોધન સ્ત્રી તરીકે થયું છે.