ગીતશાસ્ત્ર ૫૩:૧-૬
સંગીત સંચાલક માટે સૂચન. માહલાથના* રાગ પ્રમાણે ગાવું. માસ્કીલ.* દાઉદનું ગીત.
૫૩ મૂર્ખ પોતાના મનમાં વિચારે છે:
“યહોવા છે જ નહિ.”+
એવા લોકોનાં કામો દુષ્ટ, ખરાબ અને નીચ છે.
સારાં કામો કરનાર કોઈ જ નથી.+
૨ પણ ઈશ્વર સ્વર્ગમાંથી નીચે મનુષ્યોને જુએ છે કે+શું કોઈનામાં સમજણ છે, શું કોઈ યહોવાને ભજે છે.+
૩ સાચા રસ્તેથી તેઓ બધા ભટકી ગયા છે.
તેઓ એકસરખા છે, બધા જ ભ્રષ્ટ છે.
સારાં કામો કરનાર કોઈ જ નથી,અરે, એક પણ નથી.+
૪ શું એક પણ ગુનેગારમાં અક્કલ નથી?
તેઓ રોટલી ખાતા હોય એમ મારા લોકોનો કોળિયો કરી જાય છે.
તેઓ યહોવાને પોકારતા નથી.+
૫ અગાઉ તેઓએ કદી અનુભવ કર્યો ન હોય,એવો ભારે આતંક તેઓ પર છવાઈ જશે.*
તમારા પર હુમલો કરનારાઓનાં હાડકાં ઈશ્વર વિખેરી નાખશે.
તમે તેઓને શરમમાં નાખશો, કેમ કે યહોવાએ તેઓનો ત્યાગ કર્યો છે.
૬ ઇઝરાયેલનો ઉદ્ધાર સિયોનમાંથી આવે તો કેવું સારું!+
યહોવા ગુલામીમાં ગયેલા લોકોને પાછા લાવે ત્યારે,યાકૂબ ખુશી મનાવે અને ઇઝરાયેલ આનંદ કરે.