ગીતશાસ્ત્ર ૨૮:૧-૯

  • ગીત રચનારની પ્રાર્થના સાંભળવામાં આવી

    • ‘યહોવા મારું બળ અને ઢાલ’ ()

દાઉદનું ગીત. ૨૮  હે યહોવા, મારા ખડક,+ હું તમને પોકારતો રહીશ. તમે કાન બંધ ન કરશો. જો તમે ચૂપ રહેશો,તો મારી દશા કબરમાં ઊતરી જનારા જેવી થશે.+  ૨  તમારા મંદિરના પરમ પવિત્ર સ્થાન* તરફ જ્યારે હું મારા હાથ ફેલાવું+અને મદદનો પોકાર કરું, ત્યારે મારી અરજો સાંભળજો.  ૩  દુષ્ટ લોકો સાથે મને સજા ન કરો. તેઓ બીજાઓને નુકસાન કરે છે.+ તેઓ પોતાના સાથીઓ સાથે મીઠી મીઠી વાતો કરે છે, પણ તેઓનું મન મેલું છે.+  ૪  તેઓની બૂરાઈ પ્રમાણે,હા, તેઓનાં કાર્યો પ્રમાણે ફળ આપો.+ તેઓની કરણી પ્રમાણેતેઓના હાથનાં કામોનો બદલો વાળી આપો.+  ૫  તેઓને યહોવાનાં કામોની,તેમના હાથનાં કામોની કંઈ પડી નથી.+ ઈશ્વર તેઓને તોડી પાડશે અને ફરી ઊભા કરશે નહિ.  ૬  યહોવાની સ્તુતિ થાઓ,કેમ કે તેમણે મદદ માટેનો મારો પોકાર સાંભળ્યો છે.  ૭  યહોવા મારું બળ,+ મારી ઢાલ છે.+ મારું દિલ તેમના પર ભરોસો રાખે છે.+ મને તેમની મદદ મળી છે, મારું દિલ હરખાય છે. એટલે હું મારા ગીતથી તેમનો જયજયકાર કરીશ.  ૮  યહોવા પોતાના લોકોની તાકાત છે. તે મજબૂત કિલ્લો છે, તે પોતાના અભિષિક્તનો ઉદ્ધાર કરે છે.+  ૯  તમારા લોકોને બચાવો અને તમારી પ્રજાને આશીર્વાદ આપો.+ તેઓની સંભાળ રાખો અને તેઓને કાયમ તમારી ગોદમાં ઊંચકી રાખો.+

ફૂટનોટ